GSTV

કોરોના ફફડાટ વચ્ચે આવ્યા રાહતના સમાચાર : ગુજરાતમાં આ તારીખથી થશે વરસાદની પધરામણી, કેરળમાં 5મી જૂનથી વરસશે

Last Updated on May 15, 2020 by Alap Ramani

કાળઝાળ ગરમીથી રાહતની અપેક્ષા રાખી રહેલા લોકોએ વરસાદ માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે. સામાન્ય રીતે કેરળમાં પહેલી જૂનથી જ દક્ષિણ પશ્ચિમી ચોમાસુ બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે થોડુ મોડું થાય તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના કહેવા પ્રમાણે ±4ની મોડલ ત્રુટિ સાથે આ વર્ષે કેરળમાં ચોમાસાની શરૂઆત પાંચમી જૂનથી થઈ શકે છે.

આ વખતે ચોમાસુ 4 દિવસ મોડુ કે વહેલુ બેસી શકે છે

વરસાદ

દેશમાં ચોમાસાનું આગમન 5 જૂને કેરળમાં દસ્તક દેશે તેવું પૂર્વાનુમાન જાહેર કર્યું છે સાથે સાથે 4 દિવસ ચોમાસુ મોડું કે વહેલું બેસી શકે છે. જોકે દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાનું મોસમ વિભાગનું પૂર્વાનુમાન છે, એટલે કે દેશમાં વરસાદ સારો થશે તો ગુજરાતમાં 8 દિવસ ચોમાસુ મોડું શરૂ થશે. મોસમ વિભાગે 40 વર્ષના ડેટા એનાલિસિસ બાદ જાહેર કર્યું છે કે ચોમાસની ઋતુની શરૂઆત ગુજરાતમાં 8 દિવસ પાછળ થશે. એટલે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂનથી થતી હતી.જે સત્તાવાર ચોમાસુ 21 જૂનથી શરૂ થશે.

કેરલ પરથી જાણી શકાય છે વાતાવરણની સ્થિતી

હવામાન વિભાગના કહેવા પ્રમાણે પાંચમી જૂનથી દક્ષિણી રાજ્યમાં ચોમાસુ બેસી જશે. કેરળમાં ચોમાસુ બેસે તેની સાથે જ દેશમાં ચાર મહીનાની વરસાદી ઋતુની શરૂઆત થાય છે. છેલ્લા 15 વર્ષમાં 2005ને છોડીએ તો દર વર્ષે ચોમાસા અંગેની હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. ગત વર્ષે 6 જૂનના રોજ ચોમાસુ કેરળ પહોંચશે તેવી આગાહી હતી અને તેના બે દિવસ બાદ 8મી જૂનથી કેરળમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી.

29 મેના રોજ કેરલમાં ચોમાસુ બેસે તેવી આગાહી

હવામાન વિભાગે 2018માં 29મી મેના રોજ ચોમાસુ કેરળ પહોંચશે તેવી આગાહી કરી હતી અને તે એકદમ સાચી પડી હતી ત્યારે આ વર્ષે પણ 5મી જૂન આસપાસની પૂરી સંભાવના છે.

કેરળમાં ચોમાસુ થોડાક દિવસ મોડું પહોંચશે તેવું અનુમાન છે પરંતુ આ વર્ષે 100 ટકા વરસાદ વરસશે તેવું પૂર્વાનુમાન છે જે કૃષિ અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કારણે રેકોર્ડ ઉત્પાદનની સંભાવના છે અને લોકડાઉનના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા ખેડૂતો માટે આ સારા સમાચાર છે.

READ ALSO

Related posts

VIDEO: વરરાજાને પોઝ કેમ આપવો તે શિખવાડવા જતો હતો ફોટોગ્રાફર, દુલ્હને કરી એવી ગંદી મજાક કે સૌ કોઈ ચોંકી ગયાં

Pravin Makwana

VIDEO: બાબા કા ઢાબાને ફેમસ કર્યા બાદ ગૌરવ વાસને હવે આ કાકાને ફેમસ કર્યા, પાંદડા પર આઈસ્ક્રીમ વેચતો વીડિયો થયો વાયરલ

Pravin Makwana

ખેડૂતો માટે ખુશખબર: આવતીકાલથી ખાતામાં આવવાના શરૂ થઈ જશે સરકારના રૂપિયા, ફટાફટ આ કામ પતાવી લેજો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!