GSTV

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Last Updated on June 19, 2021 by Pravin Makwana

રાજ્યમાં હવે વરસાદી માહોલ સતત જામી રહ્યો છે અને સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. અનેક પંથકોમાં હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે કચ્છના અંજારમાં ચાર કલાકમાં પાંચ ઈંચ અને જૂનાગઢના માંગરોળમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ગાંધીધામ, થાનગઢ અને મેંદરડામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ થયો અને ધોરાજીમાં અઢી-અઢી ઈંચ વરસાદ થયો હતો. આજે રાજ્યના 15 જેટલા જિલ્લામાં બે ઈંચથી વધુ વરસાદ થયો છે. જામનગર, દેવભૂમિ દ્વારકામાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી છે. આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. જ્યારે બાકીના દિવસોમાં વરસાદ સામાન્ય રહેશે.

રાજ્યના અનેક પંથકોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. જેથી અમદાવાદ, સુરત, આણંદ સહિતના વિસ્તારોમાં તેમજ સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ સતત વરસાદ વરસ્યો હતો.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!