GSTV
Home » News » રાજ્યભરમાં વરસાદી માહોલ, લોકોને ગરમીથી રાહત… તો આટલા વિસ્તારોમાં મેઘો બન્યો આફત

રાજ્યભરમાં વરસાદી માહોલ, લોકોને ગરમીથી રાહત… તો આટલા વિસ્તારોમાં મેઘો બન્યો આફત

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને તેના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના બરોડા એક્સપ્રેસ હાઇવે પર પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. વરસાદના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યભરમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. તેવામાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને હેત વરસાવી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં 20 જિલ્લાના 92 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 8 ઈંચ વરસાદ વરસ્યો. જુન મહિનો પૂર્ણ થવાને આરે છે. ત્યારે આ સિઝનનો અત્યાર સુધીનો કુલ 11.22 ટકા વરસાદ નોંધાયો.

ડભોઇ

ડભોઇમાં સતત બીજા દિવસે પણ સવારથી મેઘરાજા મહેરબાન થઇ રહ્યા છે. તિર્થધામ ચાંદોદ પંથકમાં અનરાધાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. વરસાદને લઇને ખેડૂતોમા ખુશીનો માહોલ જોવ મળ્યો છે..વરસાદને લઇને જનજીવન પ્રભાવિત થયુ છે.

અમરેલી

અમરેલીના દામનગરના કાચરડીમાં પડેલા ભારે વરસાદનો એક વીડિયો વાયરલ થયો છે. કાચરડીમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો જેથી ગામમાં પાણી ફરી વળ્યા હોય. ઘરોમાં પાણી ઘુસેલા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. લાઠીના ગ્રામ્ય પંથકમાં આંબરડી, પીપળવા, નાના રાજકોટ સહિતના ગામડાઓમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.

વરસાદના કારણે ગાયોના મોત

અમરેલી-લાઠીના ધૂફણીયા ગામે વરસાદના કારણે ગાયોના મોત થયા છે. ધીફણીયા ગામે દીવાલ ધરાશાયી થઇ છે. જેમાં ૪ જેટલી ગાયોના મોત થયા છે. આ ઘટના બાદ ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

નર્મદા

નર્મદામાં ભારે વરસાદના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઈંગ ગેલેરીમાં પાણી ભરાયા છે. આ ગેલેરીમાંથી પાણી મ્યુઝિમમાં ટપકી રહ્યા છે. ત્યારે વરસાદી પાણીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નુકશાનની ભીતિ છે. આ સ્ટેચ્યુ બનાવનારી એલ.એન.ટી કંપનીની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

વડોદરા

વડોદરામાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે. શનિવારે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો. વરસાદથી ફરી એક વખત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ગત રાતથી વીજળીના કડાકા ભડાકા સાથે અડધો ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જામી છે. ત્યારે વાપી, વલસાડના જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વાપીમાં ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. તો વલસાડમાં છેલ્લા ચોવીસ કલામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.

ભાવનગર

ભાવનગરના શિહોરમાં ગઈકાલે પડેલા વરસાદ બાદ મુખ્ય બજારમાં ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી. મુખ્ય બજારમાં પુષ્કળ વરસાદી પાણી આવી જતા પાણીના પ્રવાહમાં બાઈકો તણાઈ હતી. લોકો તણાયેલી બાઈકને બચાવી લેવાના પ્રયત્ન કરતા જોવા મળ્યા.

વલસાડ

વલસાડમા ભારે વરસાદ વરસ્યો છે. વલસાડના ઓલપાડ સહિતના વિસ્તારમાં પડેલા ભારે વરસાદે લોકોને પરેશાન કરી દીધા હતા. કેટલાય વિસ્તારમાં પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘુસતા રાતભર લોકોએ ઘરમાંથી પાણી કાઢવાની કામગીરી કરવી પડી. રેલવે સ્ટેશનની અંદર આવેલા વેઈટિંગ રૂમમાં પણ વરસાદી પાણી જોવા મળ્યા હતા.

વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. હળવા પવન સાથે જોરદાર વરસાદ વરસતા વાપીના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. પાણી ભરાતા નેશનલ હાઇવે પરની વાહનોની ગતિ ધીમી પડી હતી. શુક્રવારે દિવસ આજ દિવસ દરમ્યાન 2.5 થી ત્રણ ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઇ હતી.

વલસાડના ઉમરગામના મોહનગામ પાસે ડીજીવીસીએલની પોકળ કામગીરી સામે આવી છે. એક સાથે 15 વીજપોલ રસ્તા પર તૂટી પડ્યા હતા.જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી.

તાપી

તાપીના જિલ્લાના વિવિવિધ પંથકમાં પણ આજે વરસાદ નોંધાયો. તાપીના વાલોડ, વ્યારા, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ અને નિઝર સહિતના વિસ્તરમાં વરસાદ વરસ્યો હતો. ઝરમર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તાપીમાં રાતભરથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

Read Also

Related posts

ગુજરાતના આ ગામમાં એવુ તે શું થયું કે ઘરોમાં લાગવા મંડ્યા ટપોટપ તાળા

Nilesh Jethva

માસિકમાં મહિલા હોય એના હાથના રોટલા ખાશો તો બળદ અને કૂતરાં બનશો, સંતનો વીડિયો વાયરલ

Nilesh Jethva

અમદાવાદના ચકચારી હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને ઝટકો, હાઈકોર્ટે કર્યો આ આદેશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!