GSTV
Home » News » વહેલી સવારથી જ રાજ્યના આ શહેરોમાં જામ્યો વરસાદી માહોલ, ભયંકર બફારાથી અમદાવાદીઓને મળી રાહત

વહેલી સવારથી જ રાજ્યના આ શહેરોમાં જામ્યો વરસાદી માહોલ, ભયંકર બફારાથી અમદાવાદીઓને મળી રાહત

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક વિસ્તામાં વરસાદી છાંટા પણ પડ્યા છે. કાળાડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલુ જોઈ શકાય છે. વહેલી સવારે વેજલુપર, શ્યામલ, શિવરંજની, પ્રહલાદ નગર સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા. તો બહેરામપુરા, શાહઆલમ અને મણિનગરમાં પણ વરસાદ વરસ્યો.

ઉત્તર ગુજરાત

ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાનું આગમન થયુ છે. પાટણ જિલ્લાના વાતાવરણમાં સવારથીજ આવતા વરસાદ પડ્યો છે. પાટણ ઉપરાંત ચાણસ્મા તેમજ સિદ્ધપુરમાં પણ ધીમીધારે વરસાદ નું આગમન થયુ છે. વરસાદ વરસતા વાતાવરણ માં ઠડક પ્રસરી. ત્યારે જિલ્લામાં હજુ વાવણી લાયક વરસાદ ન થતા ધરતી પુત્રોમાં ચિંતા વ્યાપી છે.

આણંદ

આણંદમા વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતોમા આનંદની લાગણી જોવા મળી હતી. વલ્લભ વીદ્યાનગરમાં ઘણી જગ્યાએ ઝાડની ડાળીઓ પડી ગઈ હતી. સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. આણંદ વિદ્યાનગર, કરમસદ, બાંકરોલ મોગરી સંદેસર જેવા આજુ બાજુના તમામ ગામોમાં વરસાદ શરૂ થયો હતો.

ગોધરા

ગોધરામાં સિઝનના પ્રથમ વરસાદથી જ હાલાકી શરૂ થઈ છે. ગોધરા સહિતના આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસ્યો અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પાલિકા તંત્ર દ્વારા કરાયેલી પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી.

અરવલ્લી

અરવલ્લીના મોડાસામાં વહેલી પરોઢે વરસાદ પડ્યો. પવન સાથે વરસાદ પડતા શહેરમાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો. મોડાસા બાદ મેઘરજ અને માલપુરમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો છે. ત્યારે મેઘરજમાં 13 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.

મહિસાગર

તો આ તરફ મહિસાગરમાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. મહિસાગરના લુણાવાડા, લીબડીયા, ખાનપુર, કડાણા, વીરપુર, બાલાસિનોર સહીતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કડાણા, લુણાવાડા, સંતરામપુર, વીરપુર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે,

ડભોઇ

ડભોઇ શહેર અને તાલુકામાં મોડીરાતે ધોધમાર વરસાદનું આગમન થયું. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો વાહનચાલકોને સવારે પણ લાઈટ ચાલુ રાખી પસાર થવું પડ્યું. ત્યારે સીઝનના પહેલા વરસાદથી ખેડૂતો આનંદની લાગણી છવાઈ છે.

વડોદરા

તો આ તરફ વડોદરામાં પણ ભારે  ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થયુ છે. વહેલી સવારે વાતારવણમાં આવેલા પલટા બાદ શહેરમાં વરસાદ પડ્યો. વરસાદ પડતાની સાથે લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે સિઝનનો પહેલો સારો એવો ધોધમાર વરસાદ ચાલુ ઠંડીનું મોજુ પ્રસરી ગયું.

બનાસકાંઠા

બનાસકાંઠાના ડીસામાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. છેલ્લા કેટલાક દિવસના ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી. તો વાવણીલાયક વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી.

સમગ્ર બનાસકાંઠા પથકમાં આજ સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના લાખણી, દિયોદર, ભાભર, થરાદ અને ધાનેરામાં ઝરમર વરસાદ વરસ્યો છે. વાદળછાયા વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે…વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

તાપી

દક્ષિણ ગુજરાતમાં સત્તાવાર નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચુક્યુ છે. ત્યારે તાપીમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. તાપીના વલોડ, વ્યારા, સોનગઢ, ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત

સુરત જિલ્લાના બારડોલીમાં પણ મેઘરાજાનું આગમન થયુ છે. વહેલી સવારે પવન સાથે વરસાદ પડ્યો. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં પોણા ત્રણ ઈંચ, ઓલપાડમાં દોઢ અને પલસાણામાં 16 મીમી વરસાદ નોંધાયો છે.

વિરમગામ

તો આ તરફ વિરમગામમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓએ છત્રીનો સહારો લવો પડ્યો.

ભરૂચ

ભરૂચમાં પણ મેઘરાજાનું આગમન થયુ છે. વહેરી સવારે શહેરમાં ધીમીધારે વરસાડ પડ્યો.. વરસાદના કારણે શહેરના વિવિધ માર્ગો પર વરસાદી પાણી ભરાયુ. ત્યારે વરસાદના આગમનના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

Read Also

Related posts

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar

વડોદરામાં પીએસઆઈ અમિત છોવાળા 35 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

Kaushik Bavishi

જગતના તાતને બિયારણ માટે પડે છે મુશ્કેલી, હકનું ખાતર ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વેચાણનો થયોપર્દાફાશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!