GSTV
Ahmedabad Videos ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘરાજાની વિરામ લેવાની કોઈ તૈયારી નથી, આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે

હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના બોપલ, એસજી હાઈવે, સરખેજ, જીવરાજપાર્ક, પ્રહલાદનગર, જમાલપુર, પાલડી, આશ્રમરોડ, રિવરફ્ર્ન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.

શહેરના વાતાવરણમાં આજે બપોરથી પલટો જોવા મળ્યો હતો. હાલમાં ધોળા દિવસે અંધકાર છવાયેલો જોવા મળ્યો છે. આજે સવારે વાપીમાં પણ એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

‘હિકા’ વાવાઝોડાનો ખતરો હાલ ટળી ગયો છે પરંતુ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના પુણેમાં આગાહી પ્રમાણે, રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં.

ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ‘હિકા’ વાવાઝોડું અરબી સમુદ્રમાં ક્રિએટ થયા બાદ તે ઓમાન તરફ ફંટાઈ ગયું છે. દરિયામાં ઊભા થયેલા વાવાઝોડાના કારણે ગુજરાત સહિત મહારાષ્ટ્રના માછીમારોને સાવચેતી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.

હવામાન ખાતાએ આજે અમદાવાદ સહિત ગાંધીનગર, સાબરકાંઠા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જોકે આજે અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં.

READ ALSO

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV