GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

છત્રી-રેનકોટ રાખજો તૈયાર! અમદાવાદમાં આ તારીખે મેઘો થશે મહેરબાન

ગાંધીનગર

પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ ગયો છે અને જેના પગલે અમદાવાદમાં આગામી બુધવાર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને 4-5 જૂનના વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ પશ્ચિમ દિશાનો પવન છે. આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો થવાની કોઇ જ સંભાવના નથી.’

છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 42 ડિગ્રીને પાર રહ્યું હતું

અમદાવાદ

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 42 ડિગ્રીને પાર રહ્યું હતું. જોકે, હવે આગામી પાંચ દિવસ દરમિયાન ગરમીમાં તબક્કાવાર ઘટાડો થતો જશે. આગામી રવિવારથી બુધવાર દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત તાપમાન ઘટીને 39 ડિગ્રી સુધી જઇ શકે છે. અમદાવાદમાં ગુરુવાર-શુક્રવાર દરમિયાન વરસાદની પણ સંભાવના છે.

અલગ અલગ શહેરોમાં નોંધાયું હતું આટલું તાપમાન

કાલે અમદાવાદમાં 41.7 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે સુરેન્દ્રનગર 41.8 ડિગ્રી સાથે રાજ્યનું ‘હોટેસ્ટ સિટી’ બની રહ્યું હતું. રાજ્યમાંથી અન્યત્ર ડીસામાં 40.2, ગાંધીનગર-રાજકોટમાં 41, આણંદમાં 40.2, વડોદરામાં 40, સુરતમાં 35.6, અમરેલીમાં 40, ભાવનગરમાં 39.5, દીવમાં 35, ભૂજમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

યુપીના કન્નૌજમાં ચક્રવાતી તોફાન!

અમદાવાદ

યુપીના કન્નૌજ જિલ્લામાં ચક્રવાતી તોફાન અને કરા વરસવાના કારણે ભારે તબાહી મચી છે અને તેની લપેટમાં આવવાથી છ લોકોના મોત થયા છે. તે સિવાય અન્ય ચાર લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર

સરકારે કન્નૌજ જિલ્લાના તિર્વા ક્ષેત્રમાં વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર ચુકવવાની જાહેરાત કરી છે. કન્નૌજ જિલ્લામાં વાવાઝોડાના કારણે તિર્વા ક્ષેત્રને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. તોફાનના કારણે અનેક ડઝન ઝાડ, વીજળીના થાંભલા, મરઘાં ઉછેર કેન્દ્ર, ડેરી ફાર્મ અને ગેસ એજન્સી ધરાશયી થઈ ગયા છે.

12થી વધુ ગામોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો

વીજળીનો થાંભલો પડી જવાના કારણે 12થી વધુ ગામોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને ઉપજિલ્લાધિકારી આ ગામોમાં જઈને નુકસાનની તપાસ કરી રહ્યા છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે તોફાન એટલું તીવ્ર હતું કે અનેક ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું છે. ગ્રામીણોના મતે જિલ્લામાં અગાઉ કદી આટલું ભયંકર તોફાન નથી જોવા મળ્યું અને લોકોએ આટલી તબાહી નથી જોયેલી.

અમદાવાદ

ભારે મોટો કરો પડવાના કારણે એક વ્યક્તિનું મોત

આ તરફ ઠઠિયા ક્ષેત્રમાં એક વ્યક્તિના માથા પર ભારે મોટો કરો પડવાના કારણે તેનો જીવ નીકળી ગયો હતો જ્યારે બે જગ્યાએ દીવાલ ધસી પડવાથી બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઝાડ પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે તિર્વા ક્ષેત્રમાં ઢાળ પર ઉભી રહેલી ટ્રેક્ટર-ટ્રોલી ભારે આંધીના કારણે પલટી ગઈ હતી અને તેમાં બેઠેલા આઠ વર્ષના બાળકનું મોત થયું હતું. આ સમગ્ર હોનારતમાં 26 જેટલા પશુઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Read Also

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel

ભારતીય સેનાએ તેમના અધિકારીઓને આપ્યો આદેશ, ફોનમાંથી ડિલીટ કરે ફેસબુક, ઈંસ્ટાગ્રામ સહિતની 89 આ એપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!