GSTV

ઉત્તર પ્રદેશમાં વરસાદ આધારિત ઘટનાઓમાં 7ના મોત, યોગી સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત

ઉત્તર પ્રદેશમાં વરસાદ આધારિત ઘટનાઓમાં 7 લોકોના મોત થયા છે. બીજી તરફ દિલ્હીમાં સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા ૧૬ વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. મુંબઇમાં ગઇકાલે પડેલા ભારે વરસાદ પછી આજ વરસાદનું પ્રમાણ ઘટતા રેલવે અને રોડ ટ્રાન્સપોર્ટેશન ફરીથી શરૃ થઇ ગયું હતું. દિલ્હીમાં છેલ્લા ૧૬ દિવસથી વરસાદ પડયો નથી. દિલ્હીમાં સપ્ટેમ્બરમાં ફક્ત ૨૦.૯ મિમી વરસાદ નોંધાયો છે જે છેલ્લા ૧૬ વર્ષોમાં સપ્ટેમ્બર પડેલો સૌથી ઓછો વરસાદ છે.

૯ ટકા ઓછો વરસાદ પડ્યો

૧ જૂનથી અત્યાર સુધીમાં દિલ્હીમાં ૫૭૬.૫ મિમી વરસાદ નોંધાયો છે જે સામાન્ય સરેરાશ વરસાદથી ઓછો છે. ચાલુ વર્ષે દિલ્હીમાં સામાન્ય કરતા ૯ ટકા ઓછો વરસાદ પડ્યો છે. ઉત્તર પ્રદેશમાં વરસાદ આધારિત ઘટનાઓમાં 7 લોકોના મોત થયા છે. જે પેકી આંબેડકર નગર અને માઉ જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે એક-એક વ્યકિતનું મોત થયું છે. દિવાલ પડી જવાને કારણે ગાઝીપુરમાં બે અને પ્રતાપગઢમાં એક અને સુલતાનપુરમાં એક વ્યકિતનું મોત થયું છે તેમ રિલીફ કમિશનરના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.

ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત

ગાઝીપુરમાં સાપ કરડી જવાને કારણે એક વ્યકિતનું મોત થયું છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વરસાદ આધારિત ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોને ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમણે વરસાદને કારણે થયેલા નુકસાનનો અંદાજ કાઢવા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે.

મુંબઇમાં ૧૦૦ મિમી વરસાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે બુધવાર સવારથી લઇને ગુરૃવાર સવારે ૮.૩૦ વાગ્યા સુધીમાં મુંબઇના સબર્બ અને નવી મુંબઇમાં ૧૦૦ મિમી વરસાદ નોંધાયો હતો. આ સમય દરમિયાન સાન્તા ક્રૂઝમાં ૧૦૮.૭ મિમી અને કોલાબામાં ૫૦.૪ મિમી વરસાદ નોંધાયો હતો. રેલવે સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર લોકલ ટ્રેન સર્વિસ ફરીથી શરૃ કરી દેવામાં આવી છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!