GSTV

ચોમાસું / ગુજરાતના આટલા જિલ્લામાં વાવણીલાયક થયો વરસાદ, મોસમનો સરેરાશ વરસાદ 13.31 ટકા વરસી ગયો

વરસાદ

Last Updated on June 29, 2021 by Bansari

ગુજરાતમાં આજે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારમાં છૂટાછવાયાં ઝાપટાં પડયા હતા. રાજ્યમાં અત્યારસુધી ૪.૪૦ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૩.૩૧% વરસાદ નોંધાયો છે. ગત વર્ષે ૨૮ જૂન સુધી ૪.૮૬ ઈંચ સાથે સરેરાશ ૧૪.૩૨% વરસાદ પડયો હતો. રાજ્યમાં આજે દિવસ દરમિયાન જુનાગઢ જિલ્લાના વંથલીમાં સૌથી વધુ ૨.૨૮ ઈંચ, ઉમરગામમાં ૧.૪૧ ઈંચ, દેદિયાપાડામાં ૧.૩૭ ઈંચ, જસદણમાં ૧.૨૫ ઈંચ, અમરેલીના લિયામાં ૧.૦૬ ઈંચ વરસાદ નોંધાયો હતો.

વરસાદ

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આવતીકાલે નવસારી,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાંથી આ સિવાય અન્યત્ર છૂટાછવાયા ઝાપટાં પડે તેનું અનુમાન છે. ‘

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ૩૨.૬ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગના મતે આગામી ૩ દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ૩૭ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઇ શકે છે. અમદાવાદમાં ૪ જુલાઇ સુધી ભારે વરસાદની સંભાવના નહિવત્ છે. અત્યારસુધી અમદાવાદ જિલ્લામાં મોસમનો સરેરાશ ૫.૨૩ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

વરસાદ

ગુજરાતમાં અત્યારસુધી રીજિયન પ્રમાણે સરેરાશ વરસાદ

રીજિયન વરસાદ

  • કચ્છ ૪.૦૯
  • ઉ.ગુજરાત ૨.૯૫
  • પૂર્વ મધ્ય ૪.૫૨
  • સૌરાષ્ટ્ર ૫.૯૪
  • દક્ષિણ ૪.૬૮

(*વરસાદના આંકડા ઈંચમાં.)

Read Also

Related posts

૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટ કેસ/ ૭૭ આરોપીઓ સામે ૧૪ વર્ષે સુનાવણી પૂર્ણ: આ તારીખે ચુકાદો, મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ સામે કેસ ઓપન થશે

Bansari

અમદાવાદીઓ ચેતજો! વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને પણ સકંજામાં લઇ રહ્યો છે કોરોના, આટલા જ દિવસમાં 30 દર્દીઓને ભરખી ગયો જીવલેણ વાયરસ

Bansari

મોટો ઘટસ્ફોટ / વેક્સિન લઇ લીધી એટલે નિશ્ચિંત ના થઇ જતાં, અમદાવાદના આ વિસ્તારોમાં સૌથી રસીકરણ છતાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!