GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ચોમાસામાં વાળ ખૂબ ખરે છે? ખૂબ રફ થઈ ગયા છે? હળદળનો આ રીતે કરો ઉપયોગ દરેક સમસ્યા થશે દુર

હળદળ

પ્રદુષણ અને શરીરમાં પોષક તત્વોની ઉણપના કારણે વાળ ખરવાનું ચાલુ થઇ જાય છે. આ સિવાય વાળમાં ખોડો થવાના કારણે પણ વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. આ સમસ્યાઓથી બચવા માટે બજારમાં ઘણા પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે પરંતુ જો તમે કોઈ સાઈડ ઈફેક્ટસ વગર વાળની સમસ્યાથી છુટકારો પામવા ઈચ્છો છો તો પ્રાકૃતિક ઉપાય અપનાવી શકો. આ ખૂબજ સુરક્ષિત રહે છે અને પ્રાકૃતિક રીતે વાળને રીપેર કરવાનું કામ કરે છે. પ્રાકૃતિક ઉપાયોમાં હળદર ખૂબજ સારી રહે છે. પોષક તત્વોથી ભરપુર હળદર દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે.

આ રીતે થશે ખોડો દૂર

હળદરમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે જે ખોડાથી આવતી ખંજવાળમાં રાહત આપે છે. હળદર અને ઓલીવ ઓઈલનું મિશ્રણ સ્કેલ્પ પર લગાવવાથી ખોડામાં રાહત મળે છે. આ માટે હળદર અને ઓલીવ ઓઈલને સમાન માત્રામાં ભેળવી લો અને વાળમાં લગાવો ૨૦ મિનિટ બાદ વાળ શેમ્પૂથી ધોઈ લો.

હળદળ

ખરતા વાળને અટકાવવા હળદળનો ઉપયોગ

તણાવ, હોર્મોનલ ડીસઓર્ડર અને યોગ્ય પોષક તત્વ ન મળવાને કારણે ખરતા વાળને અટકાવવા હળદળનો ઉપયોગ ખૂબજ ફાયદાકારક છે. હળદરમાં કકૃમિન નામનું તત્વ મળી આવે છે જે વાળને ખરતા અટકાવે છે. હળદર,દૂધ અને મધમાં મિશ્રણને વાળની સ્કેલ્પમાં લગાવી મસાજ કરો. આનાથી વાળ ખરવાની સમસ્યામાં રાહત મળશે. નેચરલી ડાઈ કરવા માટે પણ હળદરનો ઉપયોગ કરી શકાય છે. આ માટે ૭૫ ટકા પાણી અને ૨૫ ટકા હળદર અને ચપટી મીઠું લઇ તેને વાળના મૂળમાં લગાવો.

સ્કેલ્પની તમામ સમસ્યાઓ માટે હળદળનો ઉપયોગ

સ્કેલ્પની તમામ સમસ્યાઓ માટે હળદળનો ઉપયોગ કરી શકાય છે. સ્કેલ્પમાં ખંજવાળ, વાળ પાતળા થવા જેવી સમસ્યાની સાથે જ ફંગલ ઇન્ફેકશનના લીધે વાળ ખરવા લાગે છે. હળદળને સ્કેલ્પમાં લગાવવાથી બળતરામાં રાહત મળે છે.

Read Also

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!