GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

મેઘ મહેર: વરસાદી માહોલ વચ્ચે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ તરફ ફંટાઈ, આવતી કાલથી વરસાદનું ઘટશે જોર

ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર સર્જાઈ છે. ત્યારે રાજ્યના વિવિધ જીલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ વરસાદી માહોલ વચ્ચે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ તરફ ફંટાઈ છે. જેથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ રહશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જામનગર, દ્વારકા અને ક્ચ્છમાં ભારે વરસાદ પડશે. તો આવતી કાલથી વરસાદના જોરમાં પણ ઘટાડો થવાનો છે.  ‘

આવતી કાલથી વરસાદના જોરમાં પણ ઘટાડો

સમગ્ર રાજ્યમાં ચોમાસુ બેસી ગયુ છે..જોકે અત્યાર સુધી મેઘરજાએ રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર પર હેત વરસાવ્યુ છે. તો સાથે જ કચ્છમાં પણ અત્યાર સુધી સિઝનનો 50 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે..અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 8.37 ઈંચ સાથે મોસમનો 25.60 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે.

કચ્છમાં પણ અત્યાર સુધી સિઝનનો 50 ટકાથી વધુ વરસાદ વરસી ગયો

જેમાં ખંભાળિયામાં સિઝનનો સૌથી વધુ 39.76 ઈંચ વરસાદ વરસ્યો છે..અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 6.49 ઈંચ વરસાદ વરસ્યો છે..જેમાં અમદાવાદ શહેરમાં સિઝનનો 8.93 ઈંચ વરસાદ નોંધાયેલો છે.સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં દરવર્ષે વધુ વરસાદ નોંધાય છે..પરંતુ આ વખતે અત્યાર સુધીની પરિસ્થિતિ તદ્દન અલગ છે.જેની ગણના વરસાદ માલમે રાજ્યનો કોરાધાકોર જિલ્લાઓમાં થાય છે..તે સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ વરસાદ વરસ્યો છે.

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!