GSTV
Gujarat Government Advertisement

કમોસમી વરસાદના કારણે ગૃહિણીઓમાં ચિંતા, લીલા શાકભાજીના ભાવ આસમાને

મેઘરાજાની લાંબી ઈનીંગના કારણે છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. છેલ્લા પંદર દિવસથી શાકભાજીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જેને લઈ સામાન્ય પ્રજા માટે ગુજરાતી થાળી મોંઘી થઈ રહી છે. બીજી તરફ વરસાદના કારણે સ્થાનિક તેમજ બહારના રાજ્યોમાંથી શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો નોંધાયો છે. પરંતુ જેમ-જેમ શાકભાજીની આવક વધશે તેમ-તેમ ભાવમાં ઘટાડો નોંધાશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને શાકભાજીના ભાવમાં ભડકો થતા પડતા ઉપર પાટુ જેવી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ સહિત શાકભાજીના ભાવમાં જે રીતે વધારો નોંધાઈ રહ્યો છે તે ગૃહિણીઓ માટે ચિંતનો વિષય બની ગયો છે. વરસાદે લાંબી ઈનીંગ ખેલતા શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અન્ય રાજ્યોમાં પણ વરસાદના કારણે ખેતીપાકને ભારે નુકસાન થતા શાકભાજીની આવક ઘટી છે જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજીના ભાવમાં ઉછાળો નોંધાયો છે.

કેટલાક સમય પહેલા શાકભાજીના ભાવ કિલોના ૩૦ થી ૪૦ રૂા. હતા જે વધીને ૬૦ થી ૮૦ રૂા. થઈ ગયા છે. આ અંગે એક ગૃહિણીએ રોષ સાથે જણાવ્યું હતું કે હાલ દિન-પ્રતિદિન વધતી જતી મોંઘવારીને લઈને ટૂંકા પગારમાં ઘર કેમ ચલાવવું તે પ્રશ્ન થઈ પડયો છે. શાકભાજીના ભાવો વધતા બજેટ ખોરવાતા ગૃહિણીઓ દ્વારા શાકભાજીની ખરીદીમાં કાપ મુકવાની ફરજ પડી છે. કાળઝાળ મોંઘવારી વચ્ચે ખેડૂતોની હાલત પણ કફોડી બની છે.

vegetables

શાકભાજી પકવતા ખેડૂતોને કમોસમી વરસાદના કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ કેટલાક સ્થાનિક વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી સસ્તા ભાવે શાકભાજીની ખરીદી કરી મોંઘા ભાવે વેચાણ કરવામાં આવતુ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી શાકભાજીના ભાવો આસમાને પહોંચતા ગૃહિણીઓ દ્વારા શાકભાજીના બદલે કઠોળ, દાળ સહિતની ચીજવસ્તુઓથી કામ ચલાવવાની ફરજ પડી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!