GSTV
Gujarat Government Advertisement

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની કરી આગાહી, ભારતના આ વિસ્તારો આવશે મેઘરાજાની ઝપેટમાં

વરસાદ

Last Updated on March 13, 2020 by Mayur

માર્ચ મહીનાની શરૂઆતથી જ હવામાન ખૂબ ખરાબ જણાઈ રહ્યું છે અને વાતાવરણમાં ઠંડક સાથે અનેક સૃથળે વરસાદ જોવા મળી રહ્યો છે. અમુક સ્થળે દિવસના સમયે તડકો અનુભવાઈ રહ્યો છે પરંતુ તેમ છતા હવામાન હજુ સ્થિર ન કહી શકાય. ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈ અનેક ક્ષેત્રો માટે ચેતવણી જાહેર કરી છે.

RAIN 2

હવામાન ખરાબ રહેશે

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી થોડા દિવસો સુધી હવામાન હજુ પણ ખરાબ રહેશે. પાંચ દિવસના બુલેટિનમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટીસ્તાન, હિમાચલ પ્રદેશના અલગ-અલગ સ્થળે ભારે વરસાદ સાથે બરફ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ સાથે જ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઓડિશાના વિભિન્ન ક્ષેત્રોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અહેવાલ પ્રમાણે ઓડિશા, ઉત્તરાખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળના ક્ષેત્રોમાં હવામાન ખૂબ ખરાબ રહેશે અને તે સૃથળોએ 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે પવન ફુંકાશે.

RAIN

કયા વિસ્તારોને મેઘરાજા લેશે બાનમાં ?

પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટીસ્તાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડા અને કરા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સાથે જ 15મી માર્ચના રોજ અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના વિવિધ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં બુધવારથી ભારે વરસાદ સાથે બરફ પડી રહ્યો છે જેના કારણે રોહતાંગ સહિતના ક્ષેત્રોમાં બે ફૂટ ઉંચી બરફની ચાદર છવાયેલી જોઈ શકાય છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હવામાન રહેતું હોવાના કારણે તાપમાન પણ ખૂબ જ નીચું જતું રહ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!