GSTV

ચોમાસું જામશે / ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી : આ તાલુકાઓમાં 2 ઈંચ વરસ્યો, જાણી લો કયા દિવસે કયા જિલ્લામાં વરસશે

Last Updated on June 7, 2021 by Damini Patel

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના સત્તાવાર આગમનને હજુ થોડા દિવસ બાકી છે પરંતુ અત્યારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામી રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતાં રાજ્યના અૃનેક જિલ્લામાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દરમિયાન રવિવારે દિવસ દરમિયાન રાજ્યના અનેક તાલુકામાં ૨ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

  • હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારે દમણ-દાદરા નગર હવેલી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા-આણંદ, અમદાવાદ
  • મંગળવારે સુરત, ભરૃચ, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવ
  • બુધવારે સુરત, ભરૃચ, નવસારી, વડોદરા, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દીવ
  • ગુરુવારે દમણ-દાદરા નગર હવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દીવ
  • શુક્રવારે દમણ-દાદરા નગર હવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દીવમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

શહેરોનું મહત્તમ તાપમાન

અમદાવાદમાં આજે ૩૮.૨ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી ૩ દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે અને ૩૮ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાય તેની સંભાવના છે. આજે ૪૧.૭ ડિગ્રી સાથે કંડલામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજ્યમાંથી અન્યત્ર સુરેન્દ્રનગરમાં ૪૦.૩, રાજકોટમાં ૩૯.૮, ડીસામાં ૩૯.૩, ભૂજમાં ૩૮.૮, અમરેલીમાં ૩૮.૨, ગાંધીનગરમાં ૩૮, વડોદરામાં ૩૬.૮, ભાવનગરમાં ૩૫.૫ અને સુરતમાં ૩૩ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

આજે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં સવારે ૬ થી સાંજે ૬ દરમિયાન નવસારી જિલ્લાના વાંસદામાં સૌથી વધુ ૨ ઈંચ, સુરતના માંડવીમાં ૧.૪૫ ઈંચ જ્યારે ડાંગના વઘઇમાં ૧.૦૨ ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના મતે ગુજરાતમાં ૨૦ જૂનની આસપાસ નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તેની સંભાવના છે.

new delhi rain

રવિવારે કયા તાલુકામાં વધારે વરસાદ?

તાલુકો : જિલ્લો : વરસાદ

વાંસદા : નવસારી : ૨.૦૦

માંડવી : સુરત : ૧.૪૫

વઘઇ : ડાંગ : ૧.૦૨

વ્યારા : તાપી : ૦.૮૬

મેઘરજ : અરવલ્લી : ૦.૬૬

ધોરાજી : રાજકોટ : ૦.૫૯

ડોલવણ : તાપી : ૦.૫૯

(સવારે ૬થી સાંજે ૬ સુધી. વરસાદના આંકડા ઈંચમાં.)

Read Also

Related posts

ભારતમાં ખેડૂતોને ઘઉં પર સબસિડી આપવા સામે અમેરિકાએ વિરોધ નોંધાવ્યો, ડબ્લ્યુટીઓમાં કરશે ફરિયાદ

Damini Patel

૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટ કેસ/ ૭૭ આરોપીઓ સામે ૧૪ વર્ષે સુનાવણી પૂર્ણ: આ તારીખે ચુકાદો, મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ સામે કેસ ઓપન થશે

Bansari

અમદાવાદીઓ ચેતજો! વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને પણ સકંજામાં લઇ રહ્યો છે કોરોના, આટલા જ દિવસમાં 30 દર્દીઓને ભરખી ગયો જીવલેણ વાયરસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!