GSTV

આનંદો! ટૂંક સમયમાં થશે ચોમાસાના શ્રીગણેશ, બે દિવસમાં ઉત્તર ભારતમાં થશે વરસાદ

Last Updated on June 22, 2020 by pratik shah

ચોમાસું આગામી બે દિવસમાં ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોને ભીંજવી શકે છે. જોકે મહિનાના અંત સુધીમાં ચોમાસુ  ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં પહોંચશે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસામાં પ્રગતિની સ્થિતિ જળવાઇ રહી છે. 22 અને 23 જૂને ચોમાસું મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડનાં મોટાભાગનાં વિસ્તારોને ભીંજવીને દિલ્હી, હરિયાણા,ચંદીગઢ અને હિમાચલનાં ઘણાં વિસ્તારોને આવરી લેશે.

દિલ્હીમાં ચોમાસુ પહોંચવાની તારીખ 27 જુન છે, પરંતું આ વખતે તે ઘણું વહેલું ત્રાટકશે, આ પ્રકારે આગ્રામાં ચોમાસાના આગમનની તારીખ 30 જૂન છે, પરંતુ ત્યાં પણ આગામી બે દિવસમાં ચોમાસાનો શુભારંભ થઇ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 અને 25 જૂનના રોજ ચોમાસું દેશના મોટાભાગના ભાગોને આવરી લેશે અને અઠવાડિયાના અંત સુધીમાં ચોમાસુ આખા દેશમાં છવાઇ જશે,

પરંતુ આ વખતે પાકિસ્તાનથી બંગાળની ખાડી સુધી બનેલી ટર્ફ અને દક્ષિણ ઉત્તર પ્રદેશનાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનથી ચોમાસાને વેગ મળ્યો છે. આ દરમિયાન દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં રવિવારે ચોમાસા પૂર્વે વરસાદ થયો હતો.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસુ હજુ કાંધલા, અમદાવાદ, ઈન્દોર, ખજુરાહો, ફતેહપુર થઈને બહરાઇચ સુધી પહોંચ્યું છે. તેણે બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોને પહેલેથી જ આવરી લીધા છે.

જે સામાન્ય તારીખના એક અઠવાડિયા પહેલા હશે. જુલાઇના પહેલા અઠવાડિયામાં ચોમાસું રાજસ્થાનના સરહદી ભાગો પર આવશે .

ઉત્તર ભારત છેલ્લા એક અઠવાડિયાથી ભીષણ ગરમીની ઝપેટમાં હતું, પરંતુ રવિવારના વરસાદથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગે આ વખતે દેશમાં સામાન્ય વરસાદની આગાહી જારી કરી છે.

Related posts

તાલિબાની આતંક: અફઘાનિસ્તાનમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો, એક ગાર્ડનું મોત

Pravin Makwana

ટોક્યો ઓલમ્પિક્સ 2020/ હોકીમાં ઇન્ડિયાની શાનદાર જીત, વંદનાએ લગાવી હેટ્રિક

Damini Patel

નવો ખુલાસો: શું નોટ અને સિક્કાથી પણ ફેલાઈ છે કોરોના વાયરસ, વૈજ્ઞાનિકોએ સંશોધન કરી રાહત આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!