GSTV

આજે ગુજરાતના 17 જિલ્લામાં વરસાદની છે આગાહી, કમોસમી વરસાદ ખેડૂતોની દિવાળી બગાડશે

શિયાળાના આગમન અને ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘પૂર્વમધ્ય અને તેને સંલગ્ન ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન છેલ્લા ૬ કલાકથી ૧૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ ધપી રહ્યું છે. શનિવારે સાંજ સુધીમાં તે દક્ષિણપશ્ચિમ વેરાવળથી ૪૨૦ કિલોમીટરના અંતરે હતું. તે આગામી ૪૮ કલાકમાં હજુ પશ્ચિમ તરફ આગળ ધપીને ત્યારબાદ નબળું પડવા લાગે તેની સંભાવના છે. આ સ્થિતિને પગલે રવિવારે ભાવનગર-અમરેલી-ગીર સોમનાથ- જુનાગઢ- પોરબંદર- રાજકોટ- બોટાદ- દીવ- કચ્છ- આણંદ- દાહોદ – અમદાવાદ- ખેડા- વડોદરા- નવસારી- સુરત- ભરૃચમાં ગાજવીજ સાથે મધ્યમ જ્યારે દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે.

કમોસમી વરસાદ ખેડૂતોની દિવાળી બગાડશે

સોમવારે ભાવનગર-અમરેલી-ગીર સોમનાથ-જુનાગઢ-દ્વારકા-પોરબંદર-રાજકોટ-બોટાદ-કચ્છ-વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત વરસાદ પડે તેની સંભાવના છે. ‘વરસાદના વધુ એક રાઉન્ડથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. દરમિયાન અમદાવાદમાં આજે દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન ૩૬.૩ ડિગ્રી નોંધાયું હતું.

પશ્વિમ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા લો પ્રેસરને કારણે ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠામાં કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે કરેલી આગાહી બાદ શુક્રવારે રાત્રે જિલ્લાના હિંમતનગર, ઈડર અને પ્રાંતિજ પંથકમાં થયેલા સમાન્ય વરસાદને કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. દરમિયાન શનિવારે પણ જિલ્લાના અનેક ઠેકાણે આકશ વાદળછાયુ રહેતા વાતાવરણમાં બાફ અને ઉકળાટનું પ્રમાણ વધુ અનુભવાયુ હતું. અરવલ્લી જિલ્લાના કેટલાય સ્થળોએ ગાજવીજ સાથે વરસેલા હળવા વરસાદી ઝપટા પડયા હતા. જોકે મોટાભાગના ખરીફ પાકો લેવાઈ ગયા છે.

આસો મહિનામાં દર વર્ષે કમોસમી વરસાદ થતો હોવાનું ખેડૂતો માને છે

આસો મહિનામાં દર વર્ષે કમોસમી વરસાદ થતો હોવાનું ખેડૂતો માને છે ત્યારે આ વર્ષે પણ ખેડૂતોની આ માન્યતા સાચી પડી હોય તેમ લાગી રહ્યુ છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા લો પ્રેસરને કારણે ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં તા.૧૫ થી ૧૯ ઓક્ટોમ્બર દરમિયાન વત્તાઓછા પ્રમાણમાં વરસાદ થવાની હવામાન વિભાગે કરેલી આગાહી બાદ શુક્રવારે રાત્રે જિલ્લાના ઈડર તાલુકામાં અંદાજે ૬ મી.મી. વરસાદ પડયો હતો. તેજ પ્રમાણે સમી સાંજે હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદના સામાન્ય છાંટા પડયા બાદ બાફનું પ્રમાણ વધી જવા પામ્યુ હતું.

હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદના સામાન્ય છાંટા પડયા બાદ બાફનું પ્રમાણ વધી જવા પામ્યુ

આ ઉપરાંત પ્રાંતિજ તાલુકામાં પણ મધરાતે લગભગ એક વાગ્યા પછી પવન સાથે વરસાદના છાંટા પડાવાનું શરૂ થતા લોકો ઉંઘમાંથી જાગી ગયા હતા. અચાનક પડેલા વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. દરમિયાન હિંમતનગર સહિત પ્રાંતિજ તાલુકાઓના ગામડાઓમાં અત્યારે મગફળી, કપાસ તથા ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હોવાને કારણે પવનને લીધે ખાસ કરીને ડાંગરનો પાક જમીન દોસ્ત થઈ ગયો છે. જેથી ખેડૂતોની હાલત પડતા પર પાટુ જેવી થઈ છે.

જો આગામી દિવસોમાં હવામાન વિભાગના જણાવાયા મુજબ વધુ વરસાદ થશે તો ખાસ કરીને ખેડૂતના મોમા આવેલો કોળીયો ઝુંટવાઈ જવાની શક્યતા છે જો એમ થશે તો દિવાળીના તહેવારોની ઉજવણીમાં કોઈ રસકસ રહે તેમ લાગતુ નથી. પછી તો કુદરત કરે તે ખરૂ. શનિવારે જિલ્લાના મોટાભાગના સ્થળે વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ આકાશ વાદળછાયુ રહ્યુ હતું જેના લીધે આખો દિવસ બાફ અને ઉકળાટનું પ્રમાણ વધુ અનુભવાયુ હતું.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવેલ એકાએક પલટા વચ્ચે શુક્રવારે રાત્રે પંથકના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ વચ્ચે

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવેલ એકાએક પલટા વચ્ચે શુક્રવારે રાત્રે પંથકના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો.નવરાત્રી ના પ્રારંભ પૂર્વે વરસેલા આ હળવા વરસાદ ને લઈ જન જીવન ઉપર આંશિક અસર વર્તાઈ હતી.જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર.પટેલ ના જણાવ્યા મુજબ જિલ્લામાં ખરીફ સીઝન પૂર્ણ થઈ છે.આગામી દિવસોમાં રવિ વાવેતર હાથ ધરવામાં આવનાર છે.આ હળવા વરસાદથી ખેતીને કોઈ જ નુકશાન નહી થયું હોવાનું પણ આ અધિકારીએ જણાવ્યું હતું.

કમોસમી વરસાદ ખેડૂતોની દિવાળી બગાડશે

જિલ્લામાં વરસેલા હળવા વરસાદ વચ્ચે પણ મોડાસા સહિત કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ જતાં અસહ્ય બાફ અને ઉકળાટ થી પ્રજાજનો ત્રસ્ત બન્યા હતા.લાંબા વિરામ બાદ વરસેલા વરસાદી ઝાપટાને મોડાસા નગરના માલપુર રોડ ના નગરપાલિકા બગીચા પાસે ના અકસ્માત ઝોન વિસ્તારમાં જુદાજુદા સમયે બે બાઈકો વરસાદી પાણીમાં સ્લીમ થતાં ચાલકો જમીન પર પટકાયા હતા.પરંતુ સદનસીબે ઈજાઓ ટળી હતી.

READ ALSO

Related posts

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનથી રાજકીય પક્ષો શોકમાં ગરકાવ, PM મોદી, અમીત શાહ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલી

Mansi Patel

કેશુબાપા/ જનસંઘથી લઇને ભાજપાનું વટવૃક્ષ ઉભુ કરનારા નેતા : રૂપાણીએ તમામ કાર્યક્રમો કર્યા રદ, સાંજે મળશે કેબિનેટની બેઠક

pratik shah

એ છેલ્લી 30 મિનિટ…. કેશુબાપાની શું હતી સ્થિતિ…. કેવી રીતે ડોક્ટરોએ કરી સારવાર છતાં ન થયા સફળ

Karan
Do NOT follow this link or you will be banned from the site!