GSTV

ગુજરાતમાં 69 જળાશયો હાઈએલર્ટ પર : NDRFની ટીમ સ્ટેન્ડ બાય, આ તારીખે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ થઈ રહ્યો છે ત્યારે હજુ પણ વરસી રહેલા વરસાદને કારણે ગુજરાતના 69 જળાશયો હાઈઅલર્ટ પર છે. જ્યારે કેટલાક જિલ્લાઓ અને તાલુકામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવાની સંભાવનાને પગલે NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

પરિસ્થિતિનું નિર્માણ થવાની સંભાવનાને પગલે NDRFની ટીમને સ્ટેન્ડ બાય

16 અને 17 ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાથે જ વરસાદની આગાહીના પગલે NDRFની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્યના 205 જળાશયોમાં કુલ સંગ્રહ 55.75 ટકા છે. સરદાર સરોવરમાં હાલની સપાટી 119.47 મીટર છે. સરદાર સરોવરમાં 1.71 લાખ MCFT પાણીનો સંગ્રહ છે. કુલ સંગ્રહ શકિતના 51.19% પાણીની સપાટી નોંધાઇ છે.

16 અને 17 ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યમાં સવારથી આઠ વાગ્યા અત્યાર સુધીમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો સુરતના માંગરોળમાં 1.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. પંચમહાલના હાલોલમાં અને કચ્છના મુદ્રામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ક્યાં-કેટલો વરસાદ

  • સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં સવા સાત ઇંચ વરસાદ વરસ્યો છે.
  • સુરતના માંડવીમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
  • નવસારીના ખેરગામમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો
  • સુરતના માંગરોળમાં પોણા પાંચ ઇંચ વરસાદ
  • વલસાડના ધરમપુર અને સુરતના કામરેજમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ
  • સુરતના બારડોલીમાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ
  • દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને વલસાડના વાપીમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ

સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં સવા સાત ઇંચ વરસાદ વરસ્યો

રાજ્યમાં 24 કલાકમાં 7 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના 17 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 29 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના 70 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ, સુરત જિલ્લામાં મેઘમહેર યથાવત છે. રાત્રિના સમયે જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વડોદરામાં પણ આજે સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગત રાત્રિથી સતત વરસાદ છે. જેમાં હરીનગર, ગોત્રી, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, વાઘોડિયા રોડ, આજવા રોડ, સુભાનપુરા વિસ્તારમાં વરસાદી માહોલથી લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. તો ડેસરમાં 1.5 ઇંચ, પાદરામાં 2 ઇંચ, સાવલીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.

READ ALSO

Related posts

દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય: કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખી આપ્યો આદેશ, આ તારીખ સુધી બંધ રહેશે શાળાઓ

Pravin Makwana

શાળાઓની ફી મુદ્દે હાઈકોર્ટના હુકમ બાદ શાળા સંચાલક મંડળે કહ્યું, અમને ન્યાયાલય પાસે અનેક આશાઓ હતી

Nilesh Jethva

યુરોપીય દેશોમાં આતંકવાદી બોંબધડાકાઓ કરવા માટે એકઠા કરી રહ્યા છે રસાયણો, અમેરિકાએ આપી દીધી આ ચેતવણી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!