GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

મેઘો અનારાધાર! હવામાન વિભાગની ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે

વરસાદ

ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. તો હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી છે. વીજળી અને પવન સાથે મધ્યમ વાવાઝોડું 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. આ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.    

અમદાવાદમાં રવિવારે દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવતા શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજ કડાકા તથા ગાજવીજ સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં લગાવવામાં આવેલા સાઈનબોર્ડ,બેનરોતુટી પડયા હતા.જોધપુરમાં પોણા બે ઈંચ,બોપલમાં દોઢ ઈંચ અને ઉસ્માનપુરા અને સરખેજ તથા મકતમપુરામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબકતા પ્રહલાદનગર,લો-ગાર્ડન કમિશનર બંગલા સહિતના વિવિધ વિસ્તારમાં ૮૦થી વધુ વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદ મળતા મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.રવિવારે શહેરમાં સરેરાશ ૯.૨૯ મિલીમીટર અને મોસમનો અત્યાર સુધીનો એક ઈંચ ઉપરાંત વરસાદ થયો હતો.વાતાવરણ જોતા વધુ વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે.

READ ALSO

Related posts

સુરત/ અલ્પેશ કથીરિયાના ભાઇએ કરી મારામારી, હોબાળો મચાવતા ઉઠાવી ગઇ ક્રાઇમ બ્રાન્ચ

Bansari Gohel

ટાર્ગેટ કિલિંગ/ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ બે કાશ્મીરી હિંદુ ભાઇઓ પર અંધાધૂંધ વરસાવી ગોળીઓ, એકનું મોત

Bansari Gohel

લહેરા દો…ગુજરાતનું અનોખુ રાષ્ટ્રપ્રેમી ગામડું, જયાં દૈનિક ફરકાવવામાં આવે છે રાષ્ટ્રધ્વજ

Binas Saiyed
GSTV