GSTV
Gujarat Government Advertisement

પડ્યા પર પાટુની કહેવત સાચી પાડતા મેઘરાજા, માવઠાના મારથી ખેડૂતોના આ પાકનો સોથ બોલી ગયો

Last Updated on March 6, 2020 by Mayur

વિરમગામના ભોજવા,ધાકડી સહિત ગામોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો માથે પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે. માર્ચ મહિનામાં વરસાદને કારણે ખેડૂતોના રવિપાક જેવા કે જીરું, ઘઉં, એરંડા, કપાસ, ઇસબગુલ જેવા તૈયાર પાકનો સોથ બોલી ગયો છે. ભોજવા ગામ વિસ્તારમાં 2000થી વધારે વીઘામાં કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે. અગાઉ અતિવૃષ્ટિના કારણે પણ ખેડૂતોને પોતાના પાકને નુકસાન થયું હતું. ચાર વખત ખેડૂતો દ્વારા બિયારણની વાવણી કરવામાં આવી હતી પરંતુ જ્યારે પાક લેવાનું થાય છે ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતને નુકસાન થયું છે. ગુજરાત સરકારે ખેડૂતોના પાક વીમાના પ્રીમિયમ છેલ્લા ચાર વર્ષથી કાપી લેવામાં આવે છે પરંતુ આજદિન સુધી સરકાર અને કંપની દ્વારા ખેડૂતોના પ્રીમિયમનું વળતર મળ્યું નથી તેથી પણ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર નર્મદા કેનાલ તૂટવાના કારણે પણ ખેડૂતોને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતોને સરકાર પાસે આશા છે કે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે અને પાક વીમાના પ્રીમિયમનું વળતર ઝડપથી મળે.

ઘઉંનો પાક ઢળી પડ્યો

રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. ત્યારે જૂનાગઢ અને માંગરોળ તેમજ આસપાસના પંથકમાં પડેલા માવઠાના કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે. ભારે પવનના લીધે ખેતરમાં લહેરાતો ઘઉંનો પાક ઢળી પડ્યો છે. જયારે ધાણા, ચણા જેવા પાકને નુકસાન થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

અરવલ્લીમાં ઘઉં અને જીરૂના પાકને નુકસાન

અવલ્લીના માલપુર અને મેઘરજ પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદના કારણે મેળાના વેપારીઓની પણ હાલાકી વધી છે. ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદથી જીરૂ, ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ભીતી છે.

સુરતમાં અચાનક વાતાવરણમાં પલ્ટો

સુરતમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અને શહેરમાં કમોસમી વરસાદે આગમન કર્યું છે. વરસાદને કારણે શહેરના રસ્તાઓ ચીકણા થઈ ગયા. જેના કારણે વાહન ચાલકોના વાહનો સ્લીપ મારી ગયા હતા. જેમાથી કેટલાક વાહન ચાલકોને સામાન્ય ઈજા પણ પહોચી હતી. વરસાદને કારણે નોકરી ધંધા જવા નીકળેલા લોકોને વહેલી સવારેજ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનિય છે કે ઠંડા પવન ફૂંકાવાની સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે કેરી,ચીકુ, ઘઉં જેવા પાકોને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે કમોસમી વરસાદને કારણે જગતનો તાતમાં ચિતાંનો માહોલ છવાઈ ગયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

તારાજી / એક જ દિવસમાં 70 ઈંચ વરસાદથી શાપુર થઈ ગયું હતું બરબાદ, લોકોએ 48 કલાક ઘરના છાપરે વિતાવ્યા હતા

Dhruv Brahmbhatt

નવા સમીકરણો/ પ્રથમવાર અમિત શાહનો પ્રેમ ઉભરાયો, નીતિન પટેલને ગાડીમાં લઈને ફર્યા અને એક કલાક બેઠક થઈ

Damini Patel

રૂપાણી સરકાર ભરાશે : ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન ધમધમવાની સંભાવના, થઈ રહી છે અંદરખાને બેઠકો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!