અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ થતા કોટેજ હોસ્પિટલમાં પાણી ભરાયા. જેના લીધે દર્દીઓ અને સ્ટાફને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હોસ્પિટલની સાથે શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના લીધે રાહદારીઓ સહિત વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
નિચાણ વાળા વિસ્તાર પાણી ભરાયા
અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદના કારણે નિચાણ વાળા વિસ્તાર પાણી ભરાયા છે. ભિલોડાના ગોવિંદનગર, ચામઠા વાસમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગોઠણસમા પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો થયો છે. સ્થાનિકોનું કહેવુ છે કે, વરસાદના કારણે આ વિસ્તારમાં પાણી ભરાય છે. પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. જેથી સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

Read Also
- અરે આ શું? નેહા ક્કકડે પતિ રોહનપ્રીતને આપી ઘમકી, કહ્યું…
- Wow! ઇમરાનનું ટેન્શન વધ્યું: સ્વતંત્ર સિંધુદેશની માંગ સાથે નીકળેલી રેલીમાં લાગ્યા PM મોદીના પોસ્ટર્સ
- ખાસ વાંચો/ ધોરણ 10 પાસ માટે પોસ્ટ વિભાગમાં નોકરી! પરીક્ષા વિના જ 4200 પદો પર કરાશે ભરતી
- Good News : આજે ફરી સોનું થયું સસ્તું, જાણો શું છે આપના શહેરમાં 10 ગ્રામનો ભાવ
- સૂટબૂટવાળા મિત્રોનું 8,75,000 કરોડનું દેવું માફ પણ ખેડૂતોની પૂંજી સાફ કરવાની છે મોદી સરકારની મુરાદ, રાહુલનો સરકાર પર વાર