GSTV
Home » News » વાયુ વાવાઝોડાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

વાયુ વાવાઝોડાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

વાયુ વાવાઝોડાની અસર તળે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસર તળે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ધોરાજીમાં પવન સાથે વરસાદ

વાયુ વાવાઝોડાના કારણે ધોરાજીમાં સવારે પવન સાથે વરસાદ પડ્યો..વરસાદના કારણે ખેડૂતોને મોટી રાહત મળી છે. પરંતુ ભારે પવનના કારણે ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણામાંથી ૫૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

જૂનાગઢમાં ધીમીધારે વરસાદ

જૂનાગઢમાં પણ મોડી રાત્રે ભારે પવન સાથે ધીમીધારે વરસાદ પડ્યો.. જેથી અનેક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો.. જૂનાગઢના ભેસાણ,માંગરોળ, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય, કેશોદ, વિસાવદર અને મેંદરડામાં પણ વરસાદ પડ્યો.. જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

રાજકોટમાં વહેલી સવારે વરસાદથી ઠંડક

રાજકોટમાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો. વરસાદ પડતા શહેરમાં લોકોને ગરમીમાથી રાહત મળી છે. પરંતુ વાવાઝોડાની અસર રાજકોટ સહિત આજુ બાજુના પંથકમાં વર્તાઈ છે.

સુરત, નવસારીમાં મેઘરાજાનું આગમન

સુરતમાં પણ વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયુ હતું. શહેરના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ પડતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. વાયુ વાવાઝોડાના કારણ સુરત સહિત નવસારીમાં પણ વરસાદ પડ્યો છે.

ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ

ભાવનગરના તળાજા અને વલ્લભીપુર પંથકમાં પવન સાથે વરસાદ પડ્યો. વરસાદના કારણે અનેક વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ જ્યારે વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. જેથી ગરમીમાંથી લોકોને રાહત મળી છે. ત્યારે વાયુ વાવાઝોડાના કારણે અહીં વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યુ છે.

ઉનાના દરિયાઈ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

ઉનાના દરિયાઈ વિસ્તારમાં પણ પવન સાથે ભારે વરસાદ પડ્યો. વરસાદના કારણે લોકોને બફારામાંથી રાહત તો મળી પરંતુ કેરીના પાકને વ્યાપક નુકસાન થયુ છે.

જાફરાબાદમાં મોડી રાત્રે પવન સાથે વરસાદ

વાયુ વાવાઝોડાની અસર અમરેલી જિલ્લામાં વર્તાઈ છે. વાવાઝોડાના કારણે જાફરાબાદના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ.. જાફરાબાદના દરિયા કિનારાના વિસ્તારમાં મોડી રાત્રે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે દરિયામાં વિકરાળ મોજા પણ ઉછળ્યા હતા.

કેશોદમાં જોરદાર વરસાદ

માંગરોળના દરિયા કિનારાથી 25 કીમી પુર્વ તરફ દુર કેશોદમાં જોરદાર વરસાદનું આગમન થયું છે. અંદાજીત 6 મીમી જેટલો વરસાદ વરસતા વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઇ હતી. કેશોદ તાલુકામાં હળવા પવન અને વરસાદથી મોટા વૃક્ષોને નુકશાન થયું છે. પરંતુ મગફળીના આગોતરા વાવેતરને વરસતા વરસાદથી ખુબ લાભ થશે.

અમરેલી જિલ્લામાં વરસાદના આગમનથી ગરમીમાં રાહત

અમરેલી જિલ્લામાં અમરેલી સહીત લાઠી, દામનગર,ચલાલા,બગસરા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસવાનુ શરૂ થયુ છે. રોડ- રસ્તા ભીના થઇ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે.

સાયલામાં ધીમીધારે વરસાદ

વાયુ વાવાઝોડાની અસર સુરેન્દ્રનગરમાં પણ વર્તાઈ છે. સુરેન્દ્રનગરના સાયલામાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. ત્યારે વાયુ વાવાઝોડાના કારણે સાયલામાં પવન સાથે વરસાદ પડ્યો છે.

બોટાદમાં ભારે પવન સાથે વરસાદ

બોટાદમાં વાયુ વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. બોટાદ સહીત અનેક વસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ ધરાશાયી થયુ છે. વૃક્ષ નીચે વાહનો દબાઇ ગયા છે.

નસવાડીમાં વરસાદથી માર્ગો પર પાણી ભરાયા

નસવાડીમાં વાયુ વાવાઝોડાની અસર વર્તાઇ છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સ્થાનિક લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે.

તાપી જિલ્લામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક

તાપી જિલ્લામાં વાવાઝોડાની અસર હેઠળ ફરી વરસાદ શરૂ થઇ ગયો છે. પવન સાથે વરસાદના આગમને વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. લાંબા સમયથી ગરમી અને બાફથી પરેશાન લોકોને તેનાથી છુટકારો મળ્યો હતો.

READ ALSO

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!