GSTV

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Last Updated on July 25, 2021 by Vishvesh Dave

ભારતીય રેલ્વે સ્ટેશન વિકાસ નિગમ (આઈઆરએસડીસી) એ ગુજરાતના સુરત અને ઉધના સ્ટેશનોના પુનર્વિકાસ માટે રિકવેસ્ટ ફોર ક્વોલિફિકેશન (આરએફક્યુ) માંગી છે. નોડલ એજન્સીએ તેનું નામ ‘રેલપોલીસ’ અથવા મીની સ્માર્ટ સિટી રાખ્યું છે. રેલપોલીસ રાખવાના ઘણા ફાયદા છે. આ મીની સ્માર્ટ શહેરો મુસાફરો માટે પરિવહન કેન્દ્ર અને વિશ્વ કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવા સાથે ઘણી વ્યવસાયિક તકોને આકર્ષિત કરે છે.

જો આપણે ઉદાહરણ સાથે સમજીએ, આ સ્ટેશનો પર રેલ્વેના આ કાયાકલ્પ પછી, તેઓ એક સ્માર્ટ સિટી બનશે. સ્માર્ટ શહેરો જ્યાં કોઈ પણ રહે છે, કામ કરી શકે છે, રમી શકે છે અને મુસાફરી કરી શકે છે.

સ્ટેશનોને ઇન્ટિગ્રેટેડ રેલ્વે સ્ટેશન તરીકે વિકસિત કરવામાં આવશે

આઈઆરએસડીસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સ્ટેશનોને ઇન્ટિગ્રેટેડ રેલ્વે સ્ટેશનો અને સબ-સેન્ટ્રલ બિઝનેસ સેન્ટર્સ તરીકે વિકસિત કરવાનો અને પરિવહન આધારિત વિકાસ અને સ્માર્ટ સિટીના સિદ્ધાંતો હેઠળ સ્ટેશનો અને આસપાસના વિસ્તારોની સંપત્તિમાં પરિવર્તન લાવવાનો ઉદ્દેશ છે.

સુરત રેલ્વે સ્ટેશનમાં ઘણા ફેરફાર કરવામાં આવશે

આઈઆરએસડીસીએ નિવેદનમાં કહ્યું છે કે નવા વિકસિત સુરત રેલ્વે સ્ટેશનમાં સેન્ટ્રલ કોમ્કોર્સ અને વોક-વે માટેની પણ જોગવાઈ હશે. આ મુસાફરોને રેલ્વે પ્લેટફોર્મ, સ્ટેટ અને સિટી બસ ટર્મિનલ્સ, સૂચિત મેટ્રો રેલ, પાર્કિંગ અને અન્ય વિસ્તારોમાં સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

બંને સ્ટેશનોના પુનર્વિકાસ માટે રૂ. 1,285 કરોડ ખર્ચ કરવામાં આવશે

તેવી જ રીતે ઉધના રેલ્વે સ્ટેશનનો પુનર્વિકાસ વધુ સારી કનેક્ટિવિટી સાથે કરવામાં આવશે. તેમજ અહીંથી નીકળનારા મુસાફરો માટે એક કોમ્કોર્સ બનાવવામાં આવશે. આ બંને સ્ટેશનોના પુનર્વિકાસની કિંમત આશરે 1,285 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. રેલ્વે સ્ટેશનનો પુનર્વિકાસ ચાર વર્ષમાં પૂર્ણ થશે.

ALSO READ

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!