GSTV

રેલ્વેમાં પ્રવાસીઓને અપાશે કોરોના કીટ, ટ્રેનમાં તમામ મુસાફરોની થશે તપાસ- સરકારનો મહત્વનો નિર્ણય

કોરોના વાયરસે લોકોના જીવનમાં મોટો ફેરફાર લાવી દીધો છે. રેલ્વે દ્વારા ટ્રેનોમાં ઘણી સાવચેતી અને નિયમો નક્કી કરાયા છે. 1 મેથી ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. હવે રેલવે મંત્રાલયે તેજસ એક્સપ્રેસ ટ્રેનો 17 ઓક્ટોબરથી ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડિંગ પહેલાં થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. લખનઉ-નવી દિલ્હી અને અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી કોર્પોરેટ ટ્રેનમાં મુસાફરોને કોવિડ -19 સુરક્ષા કીટ અપાશે. પહેલી વાર છે કે, ટ્રેનમાં મુસાફરોને કોવિડ -19 સુરક્ષા કીટ આપવામાં આવશે.

કોવિડ -19 સુરક્ષા કીટ અપાશે

કોવિડ -19 સિક્યુરિટી કીટમાં બોટલ હેન્ડ સેનિટાઈઝર, માસ્ક, ફેસ શિલ્ડ અને ગ્લોવ્સની જોડી હશે. પ્રવાસ શરૂ કરતા પહેલા દરેક મુસાફરોની તપાસ કરવામાં આવશે. આ માટે, મુસાફરોને થર્મલ સ્ક્રિનિંગ કરવી પડશે જેથી કોઈ પણ કોરોના પોઝિટિવ મુસાફરી કરી શકે નહીં.

કોવિડ -19 સિક્યુરિટી કીટમાં બોટલ હેન્ડ સેનિટાઈઝર, માસ્ક, ફેસ શિલ્ડ અને ગ્લોવ્સની જોડી હશે

બધા મુસાફરોએ કોવિડ -19 પ્રોટોકોલ સાથે સંકળાયેલ પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાને અનુસરવી આવશ્યક છે. મુસાફરો પોતાની સીટો કોઈની સાથે બદલી શકશે નહીં. બધા મુસાફરો અને કર્મચારીઓ માટે ફેસ કવર અથવા ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. બધા મુસાફરોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશનમાં તેમની સ્થિતિ દર્શાવવી પડશે. ટિકિટ બુકિંગ દરમિયાન મુસાફરોને તમામ જરૂરી માહિતી આપવામાં આવશે.

READ ALSO

Related posts

40 હજાર લોકો આવ્યા આગળ : સરકાર મંજૂરી આપે તો અમે વેક્સિનને બજારમાં એ જ ભાવે વેચી લગાવી આપવા પણ તૈયાર

Bansari

અમદાવાદમાં ફરી રહ્યાં છે કોરોના જીવતા બોમ્બ, માસ્ક વિનાના 958 લોકોના ટેસ્ટમાં આટલા આવ્યા પોઝિટીવ

Bansari

અકસ્માત/ સમુદ્રમાં તૂટી પડ્યું ભારતીય નેવીનું MiG-29K, ગુમ થયેલા પાઇલટની શોધખોળ ચાલુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!