GSTV

ખુશખબર! દશેરા અને દિવાળી પહેલાં રેલવે દોડાવશે 80 નવી સ્પેશિયલ ટ્રેનો, યાત્રીઓને મળશે કન્ફર્મ ટિકિટ

ટ્રેન

ભારતીય રેલવે (Indian Railway) ફેસ્ટિવલ સીઝન(Festival Season)ને ધ્યાનમાં લેતા જ વધુ 80 ટ્રેનો શરૂ કરવાની તૈયારીમાં છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, ભારતીય રેલવે ઓક્ટોબર-નવેમ્બરમાં તહેવાલોને ધ્યાનમાં લેતા સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા વધારવામાં આવી શકે છે. આગામી મહિના રેલ મંત્રાલય એવા રૂટ પર માંગ હિસાબે સ્પેશિયલ ટ્રેનોનું એલાન કરી શકે છે. જણાવી દઇએ કે કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે દેશભરમાં લાગુ લોકડાઉનને ધ્યાનમાં લેતા રેલવેએ મોટાભાગની ટ્રેનોને બંધ રાખી હતી.

સ્પેશિયલ ટ્રેનોમાં મળશે કન્ફર્મ ટિકિટ

રેલવેના સૂત્રો અનુસાર, વર્તમાન સ્પેશિયલ ટ્પેન અને શ્રમિક વિશેષ ટ્રેનોથી અલગ આ ટ્રેનોને દોડાવવામાં આવશે. આ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળશે અને ક્લોન ટ્રેનોમાંથી 19 જોડી હમસફર એક્સપ્રેસની રેક દોડાવાશે, જમાં દરેકમાં 18 કોચ હશે, જ્યારે એક જોડી 22 કોચો સાથે આ દિલ્હ-લખનઉ રૂટ પર દોડાવવામાં આવશે. રેલવે અધિકારીઓ અનુસાર, ક્લોન ટ્રેનો વર્તમાનમાં દોડી રહેલી 310 જોડી ટ્રેનોથી વધુ છે. યાત્રીઓને રેલવે દ્વારા જારી ગાઇડલાઇનનું પાલન કરવુ પડશે.

80 સ્પેશિયલ ટ્રેનોનું થઇ શકે છે એલાન

ટ્રેન

સૂત્રોએ જણાવ્યા અનુસાર, આગામી મહિને ઓક્ટોબરમાં રેલ મંત્રાલય દ્વારા ફેસ્ટિવલ સીઝનમાં ટ્રાવેલ ડિમાન્ડને જોતા આશરે 80 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું એલાન કરી શકાય છે. આગામી મહિને ઓક્ટોબર અને નવેમ્બરમાં દશેરો, નવરાત્રી, દિવાળી, ભાઇબીજ જેવા મોટા તહેવાર આવવાના છે. તેવામાં ટ્રાવેલ ડિમાન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારમાં માગ વધશે.

સપ્ટેમ્બરમાં રેલવેએ 80 સ્પેશિયલ ટ્રેન અને 40 ક્લોન ટ્રેન ચલાવવાનો આદેશ આપ્યો હતો. જેમાંથી મોટાભાગે બિહારને જોડતી ટ્રેનો છે. ક્લોન કોઇપણ ઓરિજિનલ ટ્રેનના નામે અને હિસાબે જ ચાલતી બીજી ટ્રેન છે. આ ટ્રેન ઓરિજિનલ ટ્રેનના રૂટ પર જ ચાલે છે. તેને કોઇ ખાસ રૂટ પર વધતી માગને પૂરી કરવા માટે દોડાવવામાં આવે છે.

Read Also

Related posts

Reliance Jioની નવી ધમાકેદાર ઓફર, ગ્રાહકોને થશે આ મોટો ફાયદો

Mansi Patel

વલ્લવપુરમાં અપહરણ કરાયેલ પિતા-પુત્ર મામલે થયો ચોંકાવનારો ખુલાસો

Nilesh Jethva

મેહબૂબા મુફ્તીના ઘરે ગુપકાર બેઠક: ફારૂક અબ્દુલ્લાએ કહ્યું: ભાજપના વિરોધમાં હોવાનો અર્થ રાષ્ટ્ર વિરોધી નથી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!