GSTV

પ્રખ્યાત સાહિત્યકારોના નામ પરથી રખાશે ટ્રેનોના નામ, સુરેશ પ્રભુએ આપ્યો વિચાર

ટ્રેનની યાત્રામાં ખાસ અહેસાસ અપાવવાના હેતુથી રેલવે એક નવો બદલાવ કરી શકે છે. રેલવે ભારતીય ટ્રેનોના નામ પ્રખ્યાત સાહિત્યકારોના નામ પર રાખવાના એક પ્રપોઝલ પર વિચાર કરી રહ્યો છે. જેમાં ના માત્ર લેખક પરંતુ જે સ્થળોમાં તે પ્રખ્યાત હોય તેનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. રેલવે મુજબ, આ વિચાર સુરેશ પ્રભુએ આપ્યો છે. તેથી આગામી સમયમાં મહાશ્વેતા દેવી અને રામધારી સિંહ દિનકર જેવા ટ્રેનોના નામ હોય શકે છે.

એક ન્યુઝ એજન્સી સાથે રેલવેના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે વેસ્ટ બંગાળની યાત્રા પર જતા મુસાફરો મહાશ્વેતા દેવી નામની ટ્રેનમાં અને બિહારમાં જતા લોકો રામધારી સિંહ ટ્રેનમાં મુસાફરી કરી શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે દેશભરના રેલવે ઝોનમાં ટ્રેનોના નામ બદલવા માટે રેલવે મિનિસ્ટ્રી એવોર્ડ જીતનાર સાહિત્યકારોના નામ-વિગત મેળવી રહ્યું છે.

રેલવે અધિકારીના જણાવ્યાનુસાર આ વિચાર સુરેશ પ્રભુનો છે. તેમનું કહેવું છે કે રેલવે દેશભરમાં સેક્યુલર-એકજુટતાની પ્રતિક છે. તેથી ટ્રેનને અલગ-અલગ સંસ્કૃતિઓનું શોકેસ હોઇ શકે છે. આવામાં આપણે અલગ-અલગ વિસ્તારો અને અલગ-અલગ ભાષાઓના ક્ષેત્રના લેખકોના નામથી ટ્રેનનું નામાંકરણ કરવા જઇ રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે અધિકારીઓ ડેટાબેઝ પર કાર્ય કરી રહ્યા છે. સાહિત્ય એકડમી એવોર્ડ જીતનાર સાહિત્યકારોના નામ એકઠા કરવાની સાથે તેના પર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ પહેલા પણ વર્ષ 2014માં કેન્દ્રમાં બીજેપીની આગેવાનીમાં એનડીએની સરકારે દેશભરમાં કેટલીક ટ્રેન, સ્ટેશનો, રેલ સર્કિટ અને સ્કીમ્સના નામ બદલી ચુક્યું છે. હિંદુ મહાસભામાં પ્રેસિડેન્ટ રહેલા મદન મોહન માલવીયના  તખલ્લુસ નામ ‘મહામાના’ નામ પર મહામના એક્સપ્રેસ નામ રાખવામાં આવ્યું હતું.

Related posts

સોનિયા-મમતા સહિત પૂર્વ પીએમ અને રાષ્ટ્રપતિને ફોન કરીને PM મોદીએ પૂછી આ એક વાત

Arohi

મહારાષ્ટ્રના સીએમ ઠાકરે બોલ્યા : અમારા ભાઈઓને બચાવવા કોઈ પણ હદ સુધી જઈશ

Nilesh Jethva

કોરોનાએ વિશ્વની મહાસત્તાને પણ ન મૂકી, અમેરિકામાં 7 લાખ લોકોની છીનવાઈ રોજી-રોટી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!