ટ્રેનમાં મુસાફરી કરવા માટે વૃદ્ધોને આપવામાં આવતી ટિકિટ બુકીંગ પર લગભગ 50 % ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જેમાં 58 વર્ષથી વધુ ઉંમરની મહિલા અને 60 વર્ષથી વધુ પુરુષોનો સમાવેશ થાય છે. પરંતુ હવે આ છૂટછાટ બંધ કરવામાં આવી છે. આ વય જૂથના લોકોને ટિકિટ બુકિંગમાં આપવામાં આવેલી છૂટ હજુ શરૂ કરવામાં આવી નથી.

જનરલ કોચનું બુકિંગ શરૂ
હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને ધીમે ધીમે તમામ પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે. રેલવેએ સ્ટેશન પર જનરલ કોચની ટિકિટ બુક કરવાની સુવિધા પણ શરૂ કરી છે. પરંતુ હજુ પણ વરિષ્ઠ નાગરિકો માટે ટિકિટ બુકિંગ પર 50% ડિસ્કાઉન્ટ પર પ્રતિબંધ છે. એટલે કે હજુ પણ જો 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને 58 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને પહેલાની જેમ 50 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું નથી. જેના કારણે રેલવેમાં વરિષ્ઠ નાગરિકોને છૂટ આપવી જોઈએ કે કેમ તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. શું રેલવે ટિકિટ બુકિંગમાં આપવામાં આવતું ડિસ્કાઉન્ટ નાબૂદ કરવામાં આવ્યું છે?

રેલવે મંત્રીએ લોકસભામાં આ વાત કહી
16 માર્ચ, 2022ના રોજ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં કહ્યું હતું કે વૈશ્વિક મહામારીને કારણે 2020-21 માટે રેલ્વેની પેસેન્જર આવક 2019-20 કરતા ઓછી રહી છે. તેમણે કહ્યું હતું કે મુસાફરો માટે રાહતો વધાર્યા બાદ રેલ્વેનો ખર્ચ વધી ગયો છે. આવી સ્થિતિમાં વરિષ્ઠ નાગરિકો સહિત તમામ કેટેગરીમાં મુસાફરોને આપવામાં આવતી રાહતોનો વ્યાપ વધારી શકાય તેમ નથી. જેના પછી સવાલ એ ઊભો થવાનો છે કે શું પછી રેલવેએ વરિષ્ઠ નાગરિકોને રેલવે ટિકિટ બુક કરાવવા પર આપવામાં આવતા 50% ડિસ્કાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે?
રેલવે અધિકારીએ આ જાણકારી આપી
એક ઇન્ટરવ્યૂમાં ઉત્તર રેલવેના સીપીઆરઓ દીપક કુમારે જણાવ્યું કે કોરોના પહેલા સિનિયર સિટીઝન કેટેગરીમાં મુસાફરોની ટિકિટ બુકિંગમાં જે ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું. તે હજુ ફરી શરૂ કરવામાં આવ્યું નથી. રેલવે પ્રશાસન આ અંગે વિચારણા કરી રહ્યું છે. ત્યારબાદ જ તેને ફરીથી શરૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે, હાલમાં રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકોના ટ્રેન બુકિંગમાં આપવામાં આવતું ડિસ્કાઉન્ટ બંધ રાખવામાં આવ્યું છે. પરંતુ દિવ્યાંગજન, 11 પ્રકારના દર્દીઓ અને વિદ્યાર્થીઓને હજુ પણ ટ્રેન ટિકિટ બુકિંગમાં છૂટ આપવામાં આવી રહી છે. રાજધાની, શતાબ્દી, દુરંતો, એક્સપ્રેસ ટ્રેનો સહિત ઘણી ટ્રેનોની ટિકિટ બુકિંગમાં આ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
READ ALSO:
- ‘અમારા આંતરિક મુદ્દામાં હસ્તક્ષેપનો અધિકાર કોઇને નથી’: જમ્મુ-કાશ્મીર મામલે ચીનની ટિપ્પણી પર ભારતની આકરી પ્રતિક્રિયા
- UNSCમાં રશિયાના પ્રસ્તાવ પર માત્ર બે વોટ, રશિયા-યુક્રેનની સ્થિતિ પર ભારત સહીત 12 દેશોએ મતદાન કરવાનું ટાળ્યું
- Aksai chin dispute: અક્સાઈ ચીનને ચીન અધિકૃત જમ્મુ- કાશ્મીર માનવામાં આવે, સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠી માંગ! ડ્રેગન થયું ધૂઆપૂંઆ
- મહત્વનું! રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે, ઈતિહાસમાં પ્રથમ વખતે વિધાનસભાને સંબોધશે
- ગુજરાતીઓના ખિસ્સા થશે વધુ ખાલી! મોંઘવારીના માર વચ્ચે વધુ એક ફટકો! CNG વાહન ચાલકોએ કિલોદીઠ 3 રૂપિયા વધુ ચૂકવવા પડશે