GSTV
Home » News » રેલવે અધિકારીઓની VIP ગીરી પર લગાવાઇ બ્રેક, સ્ટાફ સાથે ઘરેલુ કામકાજ નહીં કરાવી શકે અધિકારી

રેલવે અધિકારીઓની VIP ગીરી પર લગાવાઇ બ્રેક, સ્ટાફ સાથે ઘરેલુ કામકાજ નહીં કરાવી શકે અધિકારી

એક પછી એક દુર્ઘટનાઓ વચ્ચે રેલવે મંત્રાલય રેલવેમાં VIP કલ્ચરને ખતમ કરવા પર ભાર મૂકી રહ્યું છે. રેલેવે મંત્રાલયે અભૂતપૂર્વ પગલું ઉઠાવતા 36 વર્ષ જૂના એક પ્રોટોકોલને ખતમ કર્યો છે. જેમાં રેલવે બોર્ડના ચેરમેન અને બોર્ડ મેમ્બર્સની ઝોનલ વિઝિટ દરમિયાન જનરલ મેનેજરે તેમના આગમન અને વિદાય પર હાજર રહેવું પડતું હતું. આ સાથે તમામ વરિષ્ઠ અધિકારીઓને પણ કહી દેવામાં આવ્યું છે કે, તેઓ સ્ટાફ સાથે ઘરેલુ કામકાજ કરાવવાનું તાત્કાલિક બંધ કરી દે.

મંત્રાલયમાં VIP કલ્ચરને સમાપ્ત કરવા માટે રેલવે વોર્ડે 1981ના એક પરિપત્રમાં જારી નિર્દેશોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. જેમાં આ પ્રકારનો પ્રોટોકોલ હતો. મંત્રાલયે 28 સપ્ટેમ્બરના એક આદેશમાં કહ્યું કે, રેલવે બોર્ડના ચેરમેન અને બોર્ડના અ્ય સભ્યોની યાત્રાઓ દરમિયાન એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર અપનાવવામાં આવતા પ્રોટોકોલના સંબંધમાં રેલવેનો જારી નિર્દેશ તથા દિશાનિર્દેશોને તત્કાળ પ્રભાવથી પરત લેવામાં આવે છે. રેલવે અધિકારી અશ્વિની લોહાનીએ કહ્યું કે, કોઇપણ અધિકારી બુકે કે ગિફ્ટ નહીં લે.તેમણે કહ્યું કે, કોઇ અધિકારીને હવે ક્યારેય પણ ગુલદસ્તા કે ભેટ આપવામાં નહીં આવે. રેલવેના વરિષ્ઠ અધિકારીઓને માત્ર ઓફિસમાં જ નહીં પણ ઘર પર પણ આ પ્રકારની પાબંદીનું પાલન કરવું પડશે.

તમામ વરિષ્ટ અધિકારીઓએ પોતાના ઘરોમાં ઘરેલુ કર્મચારીઓના રૂપમાં લાગેલા રેલેવના સમગ્ર સ્ટાફને મુકત કરવા પડશે. અધિકારી અનુસાર, વરિષ્ઠ અધિકારીઓના ઘરો પર લગભગ 30 હજાર ટ્રેકમેન કામ કરે છે. તેમને સેવા પર પરત આવવા માટે કહેવામાં આવ્યું છે. મંત્રાલયના સૂત્રો અનુસાર, છેલ્લા એક મહિનામં લગભગ છથી સાત હજાર લોકો કામ પર પરત આવ્યા છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી અનુસાર, કોઇને પણ કામ પર પરત આવવાના નિર્દેશથી છૂટ આપવામાં નહીં આવે. માત્ર બહુ વિશેષ પરિસ્થિતિઓમાં આ છૂટ આપવામાં આવશે. અમે આશા કરી રહ્યાં છીએ કે તમામ કર્મચારીઓ જલદી કામ પર આવે.

Related posts

છેલ્લા 12 વર્ષથી આ એક શખ્સ માટે કરવા ચોથનું વ્રત કરે છે ત્રણ સગી બહેનો, કારણ જાણીને નવાઇ લાગશે

Bansari

મૃતક કમલેશ તિવારીના પુત્રએ શા માટે કહ્યું, મને યુપી સરકાર પર નથી ભરોશો

Nilesh Jethva

ભાજપના નેતાઓ પર ભડકી પ્રિયંકા ગાંધી, કહ્યું – ઈકોનોમી સુધારો, કોમેડી સર્કસ ન ચલાવો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!