GSTV

રેલવેનું ઓપરેશન થંડર: લાખો રૂપિયાની બ્લેક ટીકિટો સાથે 300થી વધુ દલાલોની ધરપકડ કરી

રેલવેમાં ગેરકાયદેસર રીતે ટિકિટની કાળાબજારી કરનારા દલાલો પર રેલવે પોલીસે અત્યાર સુધીની મોટી કાર્યવાહી કરી છે. રેલવેએ દેશનાં 16 ઝોનના 205 શહેરોમાં એક સાથે ઓપરેશન થંડર ચલાવ્યું. જેમાં 387 દલાલોને જેલમાં ધકેલી દીધા. આ દલાલો પાસેથી આશરે 37 લાખ 22 હજાર અને 253 રૂપિયાની ટિકિટ જપ્ત કરાઇ. જેના પર આશરે 50 હજાર લોકો મુસાફરી કરવાના હતા. ખોટી રીતે બુક કરાયેલી આ ટિકિટને રેલવેએ રદ્દ કરી દીધી છે. દલાલો ટિકિટના બદલામાં લોકો પાસેથી ભાડા ઉપરાંત 200થી 5000 રૂપિયા સુધીનું કમિશન લેતા હતા.

આરપીએફ દ્વારા ચલાવાયેલા આ ઓપરેશનમાં 375 કેસ નોંધવામાં આવ્યા છે. કાર્યવાહી દરમિયાન ઘણા દલાલ દુકાન છોડીને નાસી ગયા હતા. આ દલાલો જે આઇડીથી ટિકિટ બનાવતા હતા તેને બંધ કરીને 37 લાખ રૂપિયાની ટિકિટ રદ્દ કરી દેવાઇ છે. રેલવે પોલીસે સાઇબર સેલ અને આઇટી સેલ સાથે મળીને દિલ્હી, ભોપાલ, જયપુર, ભાગલપુર, જબલપુર, અંબાલા, મુગલસરાય સહિત દેશના 205 શહેરોમાં કાર્યવાહી કરી હતી. આ 387 દલાલો પાસેથી કુલ 22 હજાર 253 ટિકિટ જપ્ત કરાઇ છે. ઘણા શહેરોમાં દલાલો લાલ મિર્ચી નામના સોફ્ટવેરથી ટિકિટ બુક કરતાં હતાં.

READ ALSO

Related posts

કાશ્મીરમાં કોરોના વાયરસથી બીજું મોત, સરવાર દરમ્યાન શખ્સે તોડ્યો દમ

Karan

કોરોના પોઝીટીવ મળ્યો BSF ઓફિસર, 50 જવાનોને કરવામાં આવ્યા કોરોન્ટાઈન

Karan

દેશમાં 15 માર્ચ બાદ કોરોના વાયરસે પકડી રફ્તાર, 13 દિવસમાં જ સામે આવ્યા 900થી વધારે કેસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!