GSTV
Home » News » રેલવે આપી રહ્યું છે 5 ટકાનું બોનસ, આ રીતે ફાયદો ઉઠાવો

રેલવે આપી રહ્યું છે 5 ટકાનું બોનસ, આ રીતે ફાયદો ઉઠાવો

Railway

Railway એ વગર આરક્ષણવાળી ટીકિટ બુક કરવા પર તમે 5 ટકાનું Bonus મેળવી શકો છો. ભારતીય રેલવેએ ડિજિટાઈઝેશનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ઉઠાવ્યું છે. જે હેઠળ મોબાઈલ ફોન દ્વારા અનરીઝર્વ્ડ ટીકિટ ખરીદવાથી બોનસ મળે છે. 5 ટકાનુ બોનસ અને વૉલેટ (રેલવે વૉલેટ)ના રીચાર્જ કરવાથી મળે છે. હવે તેની સમય મર્યાદાને 24 ઓગષ્ટ 2019 સુધી વધારી દેવામાં આવી છે.

એટલેકે પ્રવાસી આ સ્કીમનો લાભ હવે આગામી 6 મહિના સુધી વધુ ઉઠાવી શકે છે. રેલવે મંત્રાલયે પેપરલેસ ટીકિટને પ્રોત્સાહન આપવા માટે આર વૉલેટના રીચાર્જ કરવા પર 5 ટકા બોનસ આપવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે તમે યૂટીએસ એપ ડાઉનલોડ કરશો તો તેની સાથે તમારું આર વૉલેટ એકાઉન્ટ પણ બની જશે.

આ વૉલેટમાં તમે જેવુ પોતાના એકાઉન્ટ દ્વારા બેંક એકાઉન્ટમાંથી રકમ જોડશો તો તમને 5 ટકા સુધીનું Bonus મળશે. તમારે ઓછામાં ઓછા 100 રૂપિયાથી આ આર વૉલેટ રીચાર્જ કરાવવુ પડશે. જેમાં મહત્તમ 10 હજાર રૂપિયાની રકમ જોડી શકાય છે. તમે આ ટીકિટોને યૂટીએસ મોબાઈલ એપ દ્વારા કરી શકો છો. આ એપ એન્ડ્રોઈડ, આઈઓએસ અને વિન્ડોઝ ફોન યૂઝર્સ ડાઉનલોડ કરી શકે છે. યૂટીએસ એપ દ્વારા તમે સરળતાથી અનરીઝર્વ્ડ ટીકિટ બુક કરાવી શકો છો. તમે ટીટીઈને ડીજિટલ ટિકિટ પોતાના મોબાઈલ પર પણ જોઈ શકો છો. જો ઈન્ટરનેટ કનેક્શન નથી તો પણ આ એપમાં ટીકિટ જોવાની સુવિધા છે.

આર વૉલેટ રેલવેનુ ફોર્મેટ છે. આ સિવાય જો તમે પેમેન્ટ કરવા ઈચ્છો છો તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેકિંગ દ્વારા પેમેન્ટ કરી ટીકિટ ખરીદી શકો છો. યૂટીએસ એપ સિવાય તેની એક વેબસાઈટ પણ છે, જેના દ્વારા તમે ટીકિટ બુક કરાવી શકો છો. એક વખતમાં તમે ફક્ત 4 ટીકિટ બુક કરાવી શકશો. આ એપથી તમે પ્લેટફોર્મ ટીકિટ અને સીઝન ટીકિટ પણ ખરીદી શકો છો.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!