GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

રેલવેમાં નોકરી કરનારા અને ભવિષ્યમાં નોકરી માટે આશા રાખનારા માટે આવી ખુશખબર, ગપગોળાએ વચ્ચે રેલવેએ કરી આ જાહેરાત

રેલ્વે ડીજી (એચઆર) આનંદ એસ ખાતીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રેલ્વેમાં કોઈની નોકરી નથી જતી અને ભરતીમાં ઘટાડો કરવામાં આવી રહ્યો નથી. તેમણે માહિતી આપી હતી કે ટ્રેન સંચાલન અને જાળવણી માટે જરૂરી કોઈપણ સલામતી કેટેગરીની નોકરીઓ સરેન્ડર કરવામાં નહીં આવે. બિન સલામતીની ખાલી જગ્યાઓ સરેન્ડર કરવા માટે રલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવી માળખાકીય સુવિધાઓ માટે વધારે સેફ્ટી માટે વેકન્સી નિકાળવામાં મદદ મળશે. રેલ્વેમાં વપરાતી આધુનિક ટેકનોલોજી દ્વારા નવા ક્ષેત્ર – સેક્ટર બનાવવામાં આવી રહ્યા છે. એવામાં સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવો વધારે જરૂરી છે. એટલા માટે વિવિધ શ્રેણી – વિભાગોમાં પદો માટે ચાલી રહેલી ભર્તિ અભિયાન હંમેશાની જેમ ચાલુ જ રહેશે. રેલ્વેમાં નોકરીઓમાં કોઈ કાપ મૂકવામાં આવશે નહીં.

કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થાય છે 65 ટકા ખર્ચ

રેલવેના 65 ટકા ખર્ચ કર્મચારીઓના પગાર અને પેન્શનમાં જ વપરાય છે. તેમણે માહિતી આપી હતી કે વર્ષ 2019 માં શરૂ થયેલી 1,46,640 પોસ્ટ્સ માટેની ભરતી પ્રક્રિયા ચાલુ છે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ ત્યાં 68,000 બિન-સલામતી વર્ગો બાકી છે, જેની સમીક્ષા કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે માર્ચથી અમલમાં આવેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે રેલ્વેને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. રેલવે તરફથી નિયમિત ટ્રેનો પણ 12 ઓગસ્ટ સુધી બંધ રહેશે. વિશાળ નુકસાન ઘટાડવા માટે રેલ્વેએ તેના ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જે હેઠળ નવી ભરતીઓ અટકાવવામાં આવી રહી છે અને જૂની ભરતીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.

છેલ્લા 2 વર્ષમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતીની સમિક્ષા થશે

તમને જણાવી દઈએ કે શુક્રવારે ઘણા મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે ભારતીય રેલ્વેએ સલામતી સિવાય તમામ નવી પોસ્ટ્સ માટેની અરજીઓ રદ કરી દીધી છે. હવે પછીના ઓર્ડર સુધી રેલ્વેમાં હાલ નવી ભરતી કરવામાં આવશે નહીં. જ્યારે મંત્રાલયને મળેલી માહિતી મુજબ છેલ્લા 2 વર્ષમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતીની સમીક્ષા કરવામાં આવશે. સલામતી કેટેગરી સિવાય 50 ટકા જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે નહીં.

READ ALSO

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!