કોરોના સંક્રમણના કારણે કરવામાં આવેલા લૉકડાઉનમાં રેલવેને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આર્થિક નુકસાનને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારે કેટલાંક મોટા નિર્ણય લીધા છે. જેના પગલે રેલવે મંત્રીલય ભારતીય રેલવે કર્મચારીઓના ભથ્થા પર કાતર ફેરવવા પર વિચાર કરી રહ્યુ છે. રેલવે, કર્મચારીઓના ટ્રાવેલ અલાઉન્સ અને ઓવરટાઇમ ડ્યૂટી માટે આપવામાં આવતા ભથ્થામાં 50 ટકાની કપાત કરી શકે છે. તેના પર જલ્દી કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે.
જલ્દી લેવાશે નિર્ણય

એક અહેવાલ અનુસાર, રેલ મંત્રાલયે આ અંગે પહેલ કરવાની શરૂઆત કરી દીધી છે અને કર્મચારીઓને ઓવરટાઇમ અને ટ્રાવેલ અલાઉન્સમાં ઘટાડો કરવા અંગે જલ્દી અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. તેની પહેલા ઓગસ્ટમાં પણ એવી અટકળો લગાવવામાં આવી હતી કે ઇન્ડિયન રેલવે વર્ષ 2020-21 માટે કર્મચારીઓના વેતન અને પેન્શન રોકવા પર વિચાર કરી રહ્યુ છે. જો કે ત્યારે સરકારે આ અટકળોને નકારી કાઢી હતી. સરકારે તેને નકારતા સોશિયલ સાઇટ પર લખ્યું હતું સરકાર પાસે આવો કોઇ પ્રસ્તાવ નથી.

રેલવેમાં 13 લાખથી વધુ કર્મચારી કાર્યરત

જણાવી દઇએ કે ભારતીય રેલવેમાં 13 લાખથી વધુ કર્મચારી કાર્યરત છે અને આશરે 15 લાખ પેન્શનધારકો પણ છે. રિપોર્ટ અનુસાર, મંત્રાલયે પહેલા નાણા મંત્રાલયમાં 2020-21માં 53,000 કરોડ રૂપિયાના પેન્શન ખર્ચને પૂરો કરવા માટે હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.
તેની પહેલા એક ખબર એવી પણ ચર્ચામાં હતી કે રેલવે 1 ડિસેમ્બરથી કોવિડ 19 સ્પેશિયલ ટ્રેન સહિત તમામ ટ્રેનોનું સંચાલન બંધ કરવા જઇ રહ્યું છે. પરંતુ રેલવે મંત્રાલયે આ અંગે કોઇ સત્તવાર નિવેદન નથી આપ્યુ. આ ખબરને લઇને રેલવેએ કહ્યું કે હાલ સરકારનો આવો કોઇ પ્લાન નથી. આ ખબર સંપૂર્ણ રીતે ફેક છે. જો તમારી પાસે પણ આ પ્રકારનો કોઇ મેસેજ આવ્યો હોય તો તેના પર ધ્યાન આપો.
Read Also
- વેજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારી પર હુમલો કરનાર કુખ્યાત આરોપી અમીન મારવાડી ઝડપાયો, અનેક ગુનામાં છે સંડોવાયેલો
- દેશની આ 3 બેંકોના એકાઉન્ટમાં આપના રૂપિયા છે તો છે સૌથી સેફ, RBIએ આપી ગેરંટી કે કયારેય નહીં ડૂબે
- ડુંગળીની છાલને કચરો સમજીને ફેંકી દેતા હોય તો હવે ન કરશો આ ભૂલ, તેનાં ફાયદા જાણીને ચોંકી જશો
- બોર્ડે ધારા ધોરણો બદલ્યા/ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીના નિયમો આકરા થયા, ફિટનેસ માટે ખેલાડીઓએ કરવો પડશે આ ટેસ્ટ
- આખા દેશમાં લાગૂ કરી દો દારૂબંધીનો કાયદો/ નહીં થાય રેપ અને હત્યા જેવી ઘટનાઓ, મોદી સરકારમાં રહી ચુકેલા આ મંત્રીએ કરી વકીલાત