GSTV

રેલ્વેએ તૈયાર કર્યા 4002 કોચ, મહારાષ્ટ્ર અને દિલ્હીથી આવી ડિમાન્ડ

રેલવે

Last Updated on April 18, 2021 by Dhruv Brahmbhatt

દેશભરમાં કોરોનાવાયરસ ના વધતા કેસોની વચ્ચે રેલવેએ પોતાના કોચ ને ફરી એકવાર કોરોના સંક્રમિત દર્દીઓ માટે તૈયાર કરી લીધા છે. રેલવે પાસે અત્યારે 4002 એવા કોચ છે જે કોરોના કોચમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર ના નંદુરબાર જિલ્લા માં કોરોના થી સૌથી ખરાબ હાલત છે તેને લઈને બેડ ન હોવાને કારણે પશ્ચિમ રેલવે 21 આસોલેશન કોચ મોકલાયા છે. તો બીજી તરફ દિલ્હી સરકારે પણ આ કોચ ની માંગ કરી છે અને આનંદવિહાર તથા શકુર બસ્તિ માં આ કોચ લગાવાની વિનંતી કરી છે.

કોવિડ કોચ માટે રેલવેએ ગયા વર્ષે પોતાના સ્લીપર અને કેટલાક જનરલ કોચ ને મોડીફાઇડ કરી અને એમાં ઓક્સિજન સિલિન્ડર અને બાકી જરૂરી ઉપકરણ મૂકીને તેને isolation કોચમાં તબદીલ કર્યા હતા. પણ મેટલ બોડી ના કોચની અંદર વધારે પડતી ગરમીના કારણે પેશન્ટ રાખવામાં સંભવતઃ વધારે મુશ્કેલીઓ ઉભી થઈ હતી. કદાચ એટલે જ મોજુદ કોરોના ની આ બીજ8 લેહેરમાં કોચની માંગ નથી આવી.

રેલવેએ પાછલા વર્ષે જ 4000 નોન એસી કોચ ને કોવિડ કોચમાં તબદીલ કર્યા હતા. જેથી ઈમરજન્સીની હાલત માં આ કોચમાં કોરોના ના દર્દીઓને આઇસોલેટ કરી ઇલાજ કરી શકાય.

ગયા વર્ષે ફક્ત ૨૦૦ કોચ નો ઉપયોગ થયો હતો

ગઈ સાલ ફક્ત થોડાક દિવસો માટે 200 કોચનો ઉપયોગ થયો હતો. રેલવેના આ કોચ ઉત્તર પ્રદેશ ના મઉ, બ8હર ના ભાગલપુર, દિલ્હીના શકુર બસ્તિ અને આનંદવિહાર જેવા સ્ટેશનો પર રાખવામાં આવ્યા હતા. સાથે જ કેટલીક જગ્યાઓ ઉપર આનો ઉપયોગ પણ થયો હતો. પણ એ વખતે બીપી મોટા પાયે આ કોવિડ કોચના ઉપયોગ નહોતો થઈ શક્યો.

કુછ તૈયાર કરવામાં ૧૦૦૦ કરોડનો ખર્ચ

સૂત્રોના જણાવ્યા મુજબ રેલવેને લગભગ ૪૦૦૦ કોવિડ કોચ તૈયાર કરવામાં ૧૦૦૦ કરોડનો ખર્ચ થયો છે પણ આ કોચની હમણાં કોઈ માંગ નથી. આથી રેલવેએ આ કોચ ને દેશભરમાં બધા જ 16 ઝોન ના અલગ-અલગ શહેરોમાં તેનાત કરી રાખ્યા છે જેથી જરૂર પડે તેમને તાત્કાલિક ઉપયોગમાં લાવી શકાય.

ALSO READ

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!