GSTV

ભરતીમેળો / રેલ્વે લાવ્યું છે 900 ખાલી જગ્યાઓ પર ભરતી, ઇચ્છુક ઉમેદવારો કરી શકે છે આ તારીખ સુધી અરજી

Last Updated on October 13, 2021 by Zainul Ansari

દક્ષિણ-પશ્ચિમ રેલ્વે હાલ એપ્રેન્ટિસની ૯૦૦થી વધુ જગ્યાઓ પર ભરતી થવાની છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા ૪ ઓક્ટોબરથી શરુ થઇ ચુકી છે. જે કોઈપણ ઉમેદવારો ઇચ્છુક હોય તેમણે સત્તાવાર વેબસાઇટ www.rrchubli.in પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ચાલો આ અરજી પ્રક્રિયા વિશે થોડી વધુ માહિતી મેળવીએ.

અરજી સાથે સંકળાયેલ મહત્વની તારીખ :

અરજી કરવાની પ્રારંભિક તારીખ : 4 ઓક્ટોબર, 2021

અરજી કરવાની છેલ્લી તારીખ : 3 નવેમ્બર, 2021

યોગ્યતા :

આ ખાલી જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સરકાર માન્ય બોર્ડમાંથી ૧૦ મુ ધોરણ પાસ થયેલા હોવા જોઈએ. આ સિવાય આ ઉમેદવારો પાસે જે ક્ષેત્રમાં તે અરજી કરવા માંગતા હોય તે ક્ષેત્રની માન્યતા પ્રાપ્ત સંસ્થાની આઇટીઆઇની ડિગ્રી હોવી જરૂરી છે.

વય-મર્યાદા :

આ ઉમેદવારોની ઉંમર ૧૫ થી ૨૪ વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ વય-મર્યાદામાં ઓબીસી ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને એસસી તથા એસટી કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. આ સિવાય દિવ્યાંગ ઉમેદવારોને વય મર્યાદામાં ૧૦ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા :

ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે.

Read Also

Related posts

IBPS PO Recruitment 2021: બેંકમાં પ્રોબેશનરી અધિકારી માટે 11 બેંકોમાં નિકળી વેકેન્સી, 4135 જગ્યા પર થશે ભરતી

Pravin Makwana

જો તમે પણ PNBના ગ્રાહક છો તો તમને મળી શકે છે 15 લાખ રૂપિયા સુધીનો ફાયદો, જાણો કેવી રીતે ?

Damini Patel

ટોપ લીડરના કાંડ/ આ દેશના વડાપ્રધાનનો યુવતી સાથે સેક્સ માણતો વીડિયો વાયરલ થયો, હોબાળો થતાં પદ પરથી રાજીનામું આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!