GSTV

પેસેન્જરોને આર.ઓનું ઠંડુ પાણી મળી રહે તે માટે રેલવે વિભાગે લીધો મોટો નિર્ણય

પેસેન્જરોને આર.ઓનું ઠંડુ પાણી મળી રહે તે માટે રેલવે જાતે જ સ્ટેશન પર વોટર વેન્ડિંગ મશીનનું સંચાલન કરશે. આઈઆરસીટીસીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા રેલવે તબક્કાવાર તમામ વોટર વેન્ડિંગ મશીન હસ્તગત કરશે. નાના સ્ટેશનો પર પણ મશીન લાગતા પેસેન્જરોને શુદ્ધ પાણી મળી રહેશે. અમદાવાદ સહિત દેશભરના તમામ મોટા સ્ટેશનો પર આઈઆરસીટીસી દ્વારા વોટર વેન્ડિંગ મશીનનું સંચાલન કરવામાં આવતું હતું. જ્યાં પેસેન્જરોને 1 રૂપિયાથી લઈ 5 રૂપિયા સુધીની કિમતે ઠંડુ પાણી મળી રહેતું હતું.

હવે રેલવે બોર્ડના આદેશ બાદ જેમ જેમ આઈઆરસીટીસીનો કાર્યકાળ પૂર્ણ થશે રેલવે આ મશીનોનું સંચાલન શરૂ કરી દેશે. વધુમાં નવા આદેશ મુજબ પાણીની કિમતોમાં કોઈ ફેરફાર નહીં થાય. પેસેન્જરોને 300 મિલીલીટર પાણી બોટલ વગર 2 રૂપિયામાં અને બોટલ સાથે 3 રૂપિયામાં, 1 લીટર પાણી બોટલ વગર 5 રૂપિયામાં અને બોટલ સાથે 8 રૂપિયામાં જ્યારે 5 લીટર પાણી જાર વગર 20 રૂપિયામાં તેમજ જાર સાથે 25 રૂપિયામાં મળશે. નાના સ્ટેશન પરથી મુસાફરી કરતા પેસેન્જરોને પણ આરો યુક્ત ફિલ્ટર થયેલ શુદ્ધ ઠંડું પાણી મળી રહે તે માટે રેલવે દ્વારા ત્યાં પણ વોટર વેન્ડિંગ મશીન લગાવવામાં આવશે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!