GSTV

Railway Alert / રેલવેએ આપી ચેતવણી! ટ્રેનમાં મુસાફરી દરમિયાન આ ભૂલ કરી તો થશે 3 વર્ષ સુધીની જેલ, થશે દંડનીય કાર્યવાહી

Last Updated on July 14, 2021 by Zainul Ansari

ઇન્ડિયન રેલવેએ ટ્રેન મુસાફરીને લઇ મુસાફરો માટે અલર્ટ જારી કર્યો છે. ટ્રેનમાં આગ લાગવાની ઘટનાઓ ઘણી વખત જોવામાં આવી છે. એવામાં આ ઘટનાનઓને જોતા રેલવેએ મુસાફરો માટે સત્તાવાર નોટિફિકેશન જારી કરી છે. હકીકતમાં રેલવેએ મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે આ કડક વલણ દાખવ્યું છે.

રેલવેએ ટ્વીટ કરી આ વાત કહી

રેલવેએ તેના માટે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. રેલવેએ ટ્વીટ કરી જણાવ્યું કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન જ્વલનશીલ પદાર્થ તમે પણ લઇને ન ચાલો અને અન્યને પણ આમ ન કરવા દો. આમ થવા પર કાયદાકિય કાર્યવાહીની સાથે-સાથે જેલ ભેગા થવુ પડી શકે છે. પશ્ચિમ મધ્ય રેલવે મુજબ ટ્રેનમાં આગ ફેલાવવા અથવા જ્વલનશીલ પદાર્થ લઇ જવા રેલવે કાયદા, 1989ની કલમ 164 હેઠળ દંડનીય ગુનો છે, જેના માટે પકડાવા પર વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલ અથવા હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઇ થઇ શકે છે.

આ વસ્તુ પર પ્રતિબંધ

રેલવેના ટ્વીટ મુજબ હવે મુસાફરો ટ્રેનના ડબ્બામાં કેરોસિન, સૂખી ઘાસ, સ્ટોવ, પેટ્રોલ, ગેસ સિલિન્ડર, માચિસ, ફટાકડા અથવા આગ ફેલાવવાની કોઇ પણ વસ્તુ પોતાની સાથે રાખી મુસાફરી નથી કરી શકાતી. રેલવેએ મુસાફરોની મુસાફરીને સુરક્ષિત બનાવવા માટે આ કડકાઇ બતાવી છે. રેલવેએ મુસાફરોને તેના માટે કડક ચેતવણી આપી છે.

lpg

રેલવે પરિસરમાં સ્મોકિંગ કરવું ગુનો

ઉપરાંત આગની ઘટનાને કન્ટ્રોલ કરવા માટે રેલવે દ્વારા બનાવવામાં આવેલી યોજના હેઠળ જો કોઈ ટ્રેનમાં સ્મોકિંગ કરતા ઝડપાય છે, તો તેને 3 વર્ષ સુધીની જેલ થઇ શકે છે. ઉપરાંત દંડ પણ ચુકવવો પડી શકે છે. રેલવે પરિસરમાં સિગરેટ / બીડી પીવી પણ દંડનીય ગુનો છે.

Read Also

Related posts

કુંદ્રાના કાંડમાં ફસાયેલી શિલ્પા શેટ્ટીના સપોર્ટમાં આવ્યા હંસલ મહેતા: સારા સમયમાં બધા પાર્ટી કરવા આવશે, ખરાબ સમયે મૌન ધારણ કરી લેશે

Pravin Makwana

આટલી હોવી જોઈએ ઉંમર ત્યારે જ લખી શકશો વસિયત, હસ્તાક્ષર સહીત આ વાતોની રાખવું જોઈએ ખાસ ધ્યાન

Damini Patel

ઓગસ્ટમાં તહેવારોની વણજાર: શ્રાવણમાં આ તારીખે આવી રહ્યો છે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!