GSTV

ટ્રેનમાં મુસાફરી કરતા સગા વ્હાલાને લેવા અથવા મુકવા જતા પહેલા આ વાંચી લેશો, રેલ્વે હવે આ ચાર્જ પણ વસૂલશે

ભારતીય રેલ્વે મુસાફરો માથે જલ્દીથી આ ચાર્જ થોપવા જઈ રહ્યુ છે. આ ચાર્જ 10 રૂપિયાથી લઈને 35 રૂપિયા સુધી નક્કી કરાયો છે. રેલ્વેએ આ માટે પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે. જેને કેબિનેટ તરફથી મંજૂરી પણ મળી ગઈ છે. હાલમાં દેશભરના લગભગ એક હજાર સ્ટેશનો પર ટ્રેનમાં મુસાફરી કરવા પર આ ચાર્જ વસૂલવામાં આવશે. આ ઉપરાંત સ્ટેશનો પર ગેસ્ટને છોડવા અથવા રિસિવ કરવા વાળા યુઝર્સ પાસેથી પણ ચાર્જ વસૂલવામાં આવશે. સૂત્રો દ્વારા મળેલી વિગતો અનુસાર રેલ્વે લાંબા સમયથી આ પ્રકારના ચાર્જ માટેની તૈયારી કરી રહ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે, નવેમ્બરના પહેલા અઠવાડિયામાં આ ચાર્જ વસૂલવાનૂ ચાલુ થઈ શકે છે.

દેશમાં રેલ મુસાફરી વધારે મોંઘી થવાની છે. સરકાર જલ્દી જ યૂઝર ડેવલપમેન્ટ ફી(UDF)માં વધારો કરવા જઈ રહી છે. આ વધારાને આગામી મહિને કેબિનેટમાં મંજુરી મળી શકે છે.

દેશમાં રેલ મુસાફરી વધારે મોંઘી થવાની છે. સરકાર જલ્દી જ યૂઝર ડેવલપમેન્ટ ફી(UDF)માં વધારો કરવા જઈ રહી છે. આ વધારાને આગામી મહિને કેબિનેટમાં મંજુરી મળી શકે છે.

સુત્રોનું કહેવું છે કે, UDF પાંચ શ્રેણીમાં લાગુ થઈ શકે છે. AC 1 પર 35-40 રૂપિયા, AC 2 પર 30 રૂપિયા, AC 3 પર 25-30 રૂપિયા અને સ્લીપર પર 10 રૂપિયાનો ચાર્જ લાગશે.

આ પ્લાન હેઠળ વધાર્યો ચાર્જ

ઉલ્લેખનિય છે કે, દેશના મોટા સ્ટેશનોને આધુનિક અને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે પીપીપી મોડલ પર સરકાર કામ કરે છે. જે હેઠળ સ્ટેશન રી-ડેવલપમેન્ટ હેઠળ સ્ટેશનોને પ્રાઈવેટ પ્લેયરને સોંપવામાં આવશે. જ્યાં તે બાદ તે સ્ટેશનો રી-ડેવલપ કરી આધુનિક અને તમામ મુસાફર સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવશે. તેના બદલામાં રેલવે પ્રાઈવેટ પ્લેયરને કમાણીનો નવા-નવા માર્ગ આપે છે. જેમાં યૂઝર ડેવલપમેન્ટ ફી પણ સામેલ છે.

આ સ્ટેશનો પર અમલમાં આવશે

સરકારે નવી દિલ્હી, મુંબઈ સીએસટી, જયપુર, નાગપુર, અમદાવાદ, હબીબગંજ, ચેન્નઈ, અમૃતસર જેવા અનેક સ્ટેશનો આ યાદીમાં સામેલ કર્યાં છે. એવામાં જો તમે આ રેલવે સ્ટેશનોથી મુસાફરી કરવા જશો તો તમારે આ UDF ચૂકવવું પડશે. સરકારે ગત વર્ષે 6 નવેમ્બરે પ્રાઈવેટ સ્ટેશનો માટે RFQ મંગાવ્યા હતા.

READ ALSO

Related posts

Bank Holiday: નવેમ્બરમાં 15 દિવસ બંધ રહેવાની છે બેન્કો, આ તારીખોમાં જ પતાલી લો તમારા મહત્વના કામ

Bansari

સુશાંતના મિત્રએ બોમ્બે હાઈકોર્ટમાં કરી અરજી, દિશા સાલિયાન કેસમાં CBI તપાસની કરી માગ

Mansi Patel

મોદી સરકારનો મોટો નિર્ણય, પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને પણ મળશે LTC કેશ વાઉચરનો લાભ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!