GSTV

હવે મન મુકીને કરો દિવાળીનું ઓનલાઈન શોપીંગ, રેલવે જલ્દી જ પહોચાડશે તમારા સુધી સામાન

Last Updated on October 17, 2020 by Mansi Patel

ફેસ્ટિવલ સીઝનને જોતા ભારતીય રેલવેએ ઓનલાઈન શોપીંગ કરનારાઓ માટે એક પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન હેઠળ તમારા દ્વારા બુક કરવામાં આવેલા સામાનને રેલવે જ તમારા સુધી જલ્દી પહોચાડી દેશે. જો કે, ભારતીય રેલવે પોતાની પ્રિમિયમ ટ્રેનોમાં પાર્સલ વેન લગાવીને ઈ-કોમર્સ કંપનીઓના ઉત્પાદનને પહોંચાડી રહી છે. તાજેતરમાં જ એક પ્રયોગ મુંબઈ સેન્ટ્રલથી નવી દિલ્હી વચ્ચે ચાલનારી રેલવેની પ્રિમિયમ ટ્રેન મુંબઈ રાજધાની સ્પેશયલ ટ્રેન નંબર 02951માં કરાયો હતો.

રાજધાની ટ્રેનોમાં પણ થઈ શકે છે આ પ્રયોગ

રેલવેએ તમામ વેસ્ટર્ન રેલવેની મુંબઈ રાજધાનીથી ઈ-કોમર્સ કંપનીઓના ઉત્પાદકોને પહોંચાડી રહી છે. પંરતુ ઓર્ડરની ઉપલબ્ધતાને જોતા આવનારા દિવાળી સુધીમાં અન્ય રાજધાની ટ્રેનોમાં પણ આ પ્રકારનો પ્રયોગ કરી શકાય છે. જોવામાં આવે તો રાજધાની ટ્રેનોથી સામાન મોકલવો મોંઘો પડે છે. પરંતુ ઈ-કોમર્સ કંપનીઓએ પ્રોડક્ટને જલ્દી ગ્રાહકો સુધી પહોંચાડવા માગે છે તો રાજધાની ટ્રેનોના માધ્યમથી તે પોતાનો સામાન બુક કરાવીને મોકલી શકે છે.

ખેડૂતોની આવક વધારવા માટે ઉઠાવાયા આ પગલા

ખેડૂતોની આવક વધારવા, બજારો સુધી કૃષિ ઉપજ પહોંચાડવા અને ઉપભોક્તાએને સસ્તા ફળો તથા શાકભાજી ઉપલબ્ધ કરાવવા માટે સરકારે ખેડૂત સ્પેશયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. અત્યારસુધીમાં ચાર ખેડૂત ટ્રેનોને લીલી ઝંડી દેખાડી દેવાઈ છે. મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુરની વચ્ચે દેશની પહેલી ખેડૂત ટ્રેન 7 ઓગષ્ટે શરૂ કરી હતી. તે બાદ 9 સપ્ટેમ્બરના રોજ બીજી ટ્રેન આંધ્રપ્રદેશનના અનંતપુરથી દિલ્હીના આદર્શનગર વચ્ચે તો ત્રીજી ટ્રેન બેંગલુરૂથી દિલ્હીના હજરત નિઝામુદિનની વચ્ચે ચલાવવામાં આવી છે. આજે નાગપુરથી દિલ્હીના આદર્શનગર વચ્ચે ચોથી ખેડૂત ટ્રેન રવાના કરવામાં આવી છે.

સામાન્ય લોકોને મળશે સસ્તા ફળ અને શાકભાજી

13 ઓક્ટોબરના મોડી સાંજે ખેડૂત રેલના માધ્યમથી શાકભાજી અને ફળોના પરિવહન ઉપર 50 ટકા સબ્સિડી દેવાની જાહેરાત કરવામાં આવી છે. રેલવેએ વિતેલા બુધવારે નાગપુરથી દિલ્હીના આદર્શનગર વચ્ચે ચોથી ખેડૂત સ્પેશયલ ટ્રેન રવાના કરવામાં આવી છે. તે પહેલા મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપૂર, આંધ્રપ્રદેશના અનંતપુરથી દિલ્હીના આદર્શનગર અને બેંગલુરૂથી દિલ્હી વચ્ચે ખેડૂત ટ્રેન ચલાવવામાં આવી રહી છે. કેન્દ્ર આ ટ્રેનોના માધ્યમથી ખેડૂતોની આવક વધારવાની સાથે સામાન્ય લોકોને સસ્તા ફળ અને શાકભાજી ઉપલબ્ધ કરાવવા માગે છે.

સબ્સિડી હેઠળ કોનો કોનો કરાયો સમાવેશ

કેન્દ્ર સરાકેર પરિવહન ઉપર 50 ટકા સબ્સિડી હેઠળ કેરી, કેળા, જામફળ, કિવિ, લીચી, પપૈયા, મૌશુમી, નારંગી, કીનુ, લીંબુ, અનેનાસ, દાડમ, જેકફ્રૂટ, સેવ, બદામ, ઓનલા, પેશન ફળ અને પેર શામેલ છે. તો શાકભાજીમાં ફ્રેન્ચ બીન, કારેલા, રીંગણ, શિમલા મિર્ચ, ગાજર, કોબીજ, લીલા મરચા, ભીંડા, કાકડી, વટાણા, લસણ, ડુંગળી, બટાકા અને ટામેટાના પરિવહન પર ખેડૂતોને તાત્કાલિક સબસિડી આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

Related posts

બિહાર/ નદીમાં નાવડી ડૂબવાથી મોટી દુર્ઘટના, 22 લોકો ડૂબ્યા અને 6 મૃતદેહ મળ્યા

Damini Patel

ભારત બંધ/ કૃષિ કાયદાઓના વિરોધમાં આજે ખેડૂતોના ધરણા, જાણી લો કઇ સેવાઓ ચાલુ રહેશે અને કઇ નહીં

Bansari

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!