GSTV

Railwaysનો કમાલનો જુગાડ, આ રીતે લેમ્પ બોક્સથી કોરોના મુક્ત થઈ જશે Train Ticket અને નોટ

Railways

કોરોના કાળ ભલે મુશ્કેલી લઈને આવ્યો હોય પરંતુ આ ખરાબ સમયમાં પણ ઘણા એવા લોકો છે જે પોતાના હુનરથી આ મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. આવું જ કરી બતાવ્યું છે જબલપુર રેલ મંડળના કટની ડીઝલ શેડના કર્મચારીઓએ. તેમણે જુગાડ ટેકનિકથી એક એવો લેમ્પ બોક્સ તૈયાર કર્યો છે જેની મદદથી ટ્રેનની ટિકિટ અને નોટ, બન્ને 99 ટકા સુધી સંક્રમણ મુક્ત થઈ જાય છે. આ બોક્સને પ્રયોગ માટે કટની રેલવે (Railways) સ્ટેશનની ટિકિટ કાઉન્ટર પર લગાવવામાં આવ્યું છે જ્યાં યાત્રીને આ બોક્સમાં મુકીને ટિકિટ આપવામાં આવશે અને આ બોક્સમાં રાખીને જ રોકડ પૈસા લેવામાં આવે છે.

Railways

15 સેકન્ડમાં વાયરસ ખતમ કરે છે મશીન

જબલપુર મંડળના કટનીમાં ડીઝલ શેડમાં ટ્રેનોમાંથી નિકળતો એવો ઘણો ભંગાર છે જેની મદદથી કોરોના કાળમાં ઘણો સામાન તૈયાર કરવામાં આવ્યો છે. કેશ સેનિટાઈઝર મશીન પણ તેનું જ એક જીવતુ જાગતુ ઉદાહરણ છે. આ મશીનમાં ડિઝલ શેડ દ્વારા એક યુવીસી લેમ્પ લગાવવામાં આવ્યો છે. જેમાંથી નિકળતા કિરણો ખતરનાક વાયરસ, જીવાણુંઓને 99.9 ટકા ખતમ કરી દે છે. આ મશીનમાં લાકડીના ડબ્બામાં 11 વોટનો યુવીસી લેમ્પ અને સ્લાઈડિંગ ટ્રે લગાવવામાં આવ્યા છે. તેમાં લગાવવામાં આવતા ટાઈમરની મદદથી 15 સેકન્ડમાં તેમાં રાખવામાં આવેલા નોટ-ટિકિટ અથવા લેટરમાંથી કિરણોની મદદથી વાયરસ ખતમ કરી દેવામાં આવે છે.  

Railways

દરેક ટિકિટ કાઉન્ટર પર કરવામાં આવે છે આ રિતનો ઉપયોગ

જબલપુર રેલ મંડળના સીનીયર ડીસીએમ મનોજ ગુપ્તાના અનુસાર, આ મશીનનો ઉપયોગ દરેક પાયલટ પ્રોજેક્ટના રીતે એક ટિકિટ કાઉન્ટર પર કરવામાં આવ્યો છે. જો તેના દ્વારા સારૂ પરિણામ સામે આવશે તો તેને દરેક આરક્ષણ કેન્દ્રના ટિકિટ કાઉન્ટર પર લગાવવામાં આવશે. તેની સાથે જ આ પાર્સલ રૂમ, સ્ટેશનના ડાકઘરથી લઈને એ કાર્યાલયમાં લગાવવામાં આવશે જ્યાં રોકડ અને કાગળોનું વધારે કામ હોય છે.

Read Also

Related posts

લોકો એક વાર મરી જાય, પરંતુ તાજબીબી ત્રણ પતિઓના મોતથી ત્રણ વાર મરી હવે ચોથાને બચાવવા કરે છે પ્રાર્થના

Dilip Patel

પુલવામામાં આતંકવાદીઓએ સુરક્ષા દળ પર કર્યો હુમલો, સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ

Ankita Trada

ચુડા તાલુકાની 13 વર્ષની સગીરા પર અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો, બોટાદની હોસ્પિટલમાં કરાવ્યો ગર્ભપાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!