GSTV

ભારે કરી ! તહેવારોની સીઝનમાં મુસાફરી કરવી પડશે મોંઘી, આ દિવસોમા બંધ રહેશે રેલ્વેની ટિકિટ બુકિંગ સહિતની આ સુવિધાઓ

Last Updated on October 23, 2021 by Zainul Ansari

તહેવારની સીઝનમાં રેલ્વેમા મુસાફરી કરતા લોકો માટે એક ખુશખબરી આવી છે. મોટાભાગે દિવાળીની રજાઓમા લોકો ફેમિલી સાથે બહાર જવાનું પ્લાન કરતા હોય છે અને ફેમિલી સાથે હોય એટલા માટે લોકો મુસાફરીનુ સૌથી સુરક્ષિત અને સરળ માધ્યમ રેલ્વેને માને છે. જો તમે પણ આ દિવાળીની રજાઓમા રેલ્વેમા મુસાફરી કરવા માટેનુ આયોજન બનાવી રહ્યા હોવ તો આજે અમે તમારા માટે એક ખુબ જ સારા સમાચાર લઈને આવ્યા છીએ. રેલવેએ જણાવ્યું છે કે મુસાફરો 23 ઓક્ટોબરના રોજ સવારે 11.45 વાગ્યાથી 24 ઓક્ટોબરના રોજ સવારે 5.00 વાગ્યા સુધી પેસેન્જર ટિકિટ મેળવી શકશે નહીં.

મુસાફરી

23-24 ઓક્ટોબરના રોજ બંધ રહેશે પીઆરએસ :

જો તમે 23 અને 24 ઓક્ટોબરના રોજ રેલયાત્રા કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. પૂર્વીય રેલ્વેએ જણાવ્યું કે, પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ 23 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11.45 વાગ્યાથી 24 ઓક્ટોબરના રોજ સવારે 5.00 વાગ્યા સુધી બંધ રહેશે. જેના કારણે યાત્રીઓ આ સમય દરમિયાન ટિકિટ મેળવી શકશે નહીં. તે જ સમયે, મુસાફરો આ સમય દરમિયાન ટ્રેનો સંબંધિત પૂછપરછ પણ કરી શકશે નહીં. આ સિવાય પણ બીજી ઘણી બધી સેવાઓને પણ અસર થશે.

રેલ્વેએ કર્યુ ટ્વીટ :

પૂર્વીય રેલ્વેએ ટ્વીટ કરીને જણાવ્યું કે, કોલકાતાના પીઆરએસ ડેટા સેન્ટરમા મેન્ટેનન્સ એક્ટિવિટીના કારણે ટિકિટ જેનેરેટ થશે નહિ. આ કામ 23 ઓક્ટોબરની રાતે 11:45 કલાકથી શરુ થશે અને 24 ઓક્ટોબરના રોજ સવારના 05:00 વાગ્યા સુધી ચાલશે. આ માટે જે લોકો આ બે તારીખ દરમિયાન જો કોઈ રેલ્વે સફર કરવાના હોવ તો તે તુરંત જ ટિકિટ બુકિંગ કરાવી લે નહીંતર તેમણે મુસાફરીમા અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ટ્રેન

ક્યાં-ક્યાં રેલ્વે ઝોન થશે પ્રભાવિત?

પૂર્વ રેલ્વેએ જણાવ્યું કે, પૂર્વ રેલ્વે, દક્ષિણ પૂર્વ રેલ્વે, પૂર્વ કોસ્ટ રેલ્વે, દક્ષિણ-પૂર્વ સેન્ટ્રલ રેલ્વે, ઉત્તર-પૂર્વ ફ્રન્ટિયર રેલ્વે અને પૂર્વ સેન્ટ્રલ રેલ્વેમા ઇન્ટરનેટ બુકિંગ, ઈન્કવાયરી અને બીજી અનેક સેવાઓ બંધ રહેશે. આ રેલ્વે ઝોનની સીમાક્ષેત્રમા આવતા રાજ્યો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ સહિતના પૂર્વીય રાજ્યોમા રેલ્વેની ઓનલાઇન ટિકિટ બુકિંગ અને ઈન્કવાયરી જેવી મૂળભૂત સેવાઓ નહિ મળે.

આ પહેલા પણ એકવાર રહ્યુ હતુ બંધ :

આ પહેલા પણ રેલ્વે ટિકિટ જેનરેશનની સુવિધા થોડા સમય માટે બંધ રહી હતી. આ પહેલા ઓગષ્ટ મહિનામા પણ દક્ષિણ રેલ્વે તરફથી આવી જાહેરાત બહાર પાડવામા આવી હતી. જાહેરાતમા એવુ કહેવામા આવ્યુ હતુ કે, એક નવું ડેટા સેન્ટર સ્થાપિત કરવામા આવી રહ્યુ છે જેના કારણે આવનાર સમયમા ટિકિટ બુકિંગની સેવામા મુસાફરોને થોડી અસુવિધાઓનો સામનો કરવો પડશે. શક્ય બની શકે કે, આ સમયકાળ દરમિયાન ટિકિટ બુકિંગ માટે આઈઆરસીટીસીની વેબસાઈટ જ ના ખુલે.

Read Also

Related posts

AIMIM ચીફ ઓવૈસીએ કૃષિ કાયદા પરત લેવા અંગેના બિલને ‘રાજકીય દાવ’ ગણાવ્યું, કહ્યું- ચૂંટણી પર હતી નજર

Vishvesh Dave

સોનેરી તક / BECIL માં આ પોસ્ટ્સ પર નિકળી ભરતી, 35 હજાર મળશે સેલરી: ફટાફટ કરો અરજી

Zainul Ansari

Omicron Variant : કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ અંગે WHO એ જારી કરી ‘હાઈ રિસ્ક’ ચેતવણી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!