રેલવે ટ્રેક પર ચાલવું ગુનો છે અને તે ગુનો હવે રેલવેના કર્મચારીએ કર્યો છે

રેલવે ટ્રેક પર ચાલીને જવું ગૂનો બને છે. ત્યારે આ ગૂનો જ્યારે ખુદ રેલવે કર્મચારી કરે તો બીજા કોને કહેવા જવું. આવો જ વડોદરા રેલવે સ્ટેશનનો એક વીડિયો હાલમાં વાયરલ થયો છે. જેમાં બે રેલવે કર્મચારી બોક્સ લઇને રેલવે ટ્રેકને ક્રોસ કરી રહ્યા છે. આ સમયે બાંદ્રા હરિદ્વાર દહેરાદૂન એક્સપ્રેસ ત્યાંથી પસાર થતી હોય છે. આમ છતા આ રેલવે કર્મચારી નિયમભંગ કરતા સ્પષ્ટ રીતે જોવા મળ્યા હતા.

દુર્ઘટના ટળી

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પાંચ પર મોટી દુર્ઘટના ટળી છે. વડોદરા-કોટા પેસેન્જર ટ્રેનના બે કોચ પાટા પરથી ઉતર્યા છે. ટ્રેક શિફ્ટિંગ સમયે ખામી સર્જાતા આ ઘટના બની હતી. અને આ સમગ્ર ઘટનામાં રેલવે કર્મચારીઓની ભૂલ સામે આવી છે. જે બાદ ડી.આર.એમએ ત્રણ અધિકારીઓ ટીમને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. સામેની તરફથી આવતી ગોલ્ડન ટેમ્પલ ટ્રેન અકસ્માતનો ભોગ બનતા બચી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter