GSTV

કામની વાત / રેલ્વે ગુજરાતના આ સ્થળેથી શરૂ કરશે ‘RO-RO’ સર્વિસ, જાણો તેનાથી શુ થશે ફાયદો?

રેલ્વેના સાર્વજનિક ઉપક્રમ DFCCILએ માલગાડિયો માટે અલગથી વેસ્ટર્ન કોરિડોર પર ગુજરાતના પાલનપુર અને હરિયાણાના રેવાડી વચ્ચે ‘રોલ-ઓફ, રોલ-ઓન’ (RO-RO) સર્વિસ શરી કરવાને લઈને ટેન્ડર જારી કરીને ખાનગી કંપનીઓને જોડવા માટે આમંત્રિત કરી છે. રેલ્વેની રો-રો સર્વિસ હેઠળ વેગનમાં માલ વહન કરવાને બદલે માલ ટ્રક અને અન્ય વાહનોની અવરજવર કરવામાં આવે છે. તેઓને એક નિશ્ચિત સ્થળે લવાયા છે જ્યાંથી સંબંધિત વાહનના ડ્રાઇવર તેમને ગંતવ્ય સ્થળ પર લઈ જાય છે.

ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (DFCCIL)એ 16 ફેબ્રુઆરીએ અનુરોધ પ્રસ્તાવ જાહેર કર્યો. જેમાં કહેવામાં આવ્યુ છે કે, વિજેતા બોલીદાતાને એક વર્ષ સુધી 714 કિલોમીટર માર્ગ પર માલથી ભરેલા ટ્રકોની ગાડિનો અઘિકાર રહેશે.

એક ટ્રિપથી 9 લાખ રૂપિયાની થશે કમાણી

દસ્તાવેજ અનુસાર તેમાં સામાનોથી ભરેલા 45 ટ્રકો સાથે પશ્ચિમી ક્ષેત્રમાં માલગાડિયો માટે અલગ કોરિડોરમાં 900 રાઉન્ડનો સમાવેશ કરવામાં આવશે. તેમાં કહેવાયુ છે કે, અનુબંધનું આધાર મુલ્ય 81 કરોડ રૂપિયા છે. તે આકારણી પર આધારિત છે કે દરેક સફર 9 લાખ રૂપિયાની કમાણી કરશે. રો-રો સર્વિસથી કાર્બન ઉત્સર્જનમાં ધટાડા સાથે 66,000 ડીઝલ ચાલિત ટ્રકોની ભીડ ઓછી હશે જે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ જતા સમયે દિલ્લી અને તેની આસપાસના ક્ષેત્રોમાં દરરોજ પસાર થાય છે.

ડીઝલની થશે બચત

અઘિકારીઓએ કહ્યુ કે, ટ્રક પરિચાલકો માટે આ વ્યવસ્થા ફાયદાકારક છે. સામાનોનનું પરિવહન સૂરક્ષિત અને ઝડપથી થઈ શકશે. સાથે જ ડીઝલ અને માનવ કલાકની બચત થશે. તેનાથી પ્રદુષણનું સ્તર પણ ઓછુ થશે. આ સેવાની શરૂઆત 2017માં તત્કાલીન રેલ મંત્રી સૂરેશ પ્રભૂએ કરી હતી. જોકે, ટેકનીકલ કારણોથી આ સફળ થઈ નહોતી.

read also

Related posts

ન્યાય/ વાઘા બોર્ડર ઓળંગીને આજે 2 વહુઓ પાકિસ્તાનથી આવશે ભારત, મહિલા દિવસે જ સાસરીમાં મૂકશે પહેલો પગ

Karan

ઉત્તરાખંડની રાજનીતિમાં નવા જૂનીના સંકેત, CM રાવતને હાઈકમાન્ડનું તેડું: હવે આ નામો ચર્ચામાં

pratik shah

મરાઠા અનામત કેસ/ શું અનામત મર્યાદા 50 ટકાથી વધારી શકાય? સુપ્રિમે રાજ્યો પાસેથી માગ્યો જવાબ

Karan
Do NOT follow this link or you will be banned from the site!