કોરોના વાયરસના કારણે ગયા વર્ષે માર્ચ મહિનાની અંદર તમામ રેલ સેવાને બંધ કરી હતી. જેના થોડા સમય બાદ તબક્કાવાર રીતે રેલવેએ પોતાની સેવાઓ ફરીથી શરુ કરી છે. હજુ પણ એવી ઘણી બધી સર્વિસ છે બંધ છે. જેમાં ઇ-કેટરિંગ સર્વિસનો પણ સમાવેશ થાય છે.

ત્યારે રેલવેના મુસાફરો માટે મોટી ખુશખબરી આવી છે. ભારતીય રેલવેએ મહિનાઓથી બંધ ઇ-કેટરિંગ સર્વિસ ફરીથી શરુ કરવાનો નિર્ણય કર્યો છે. આઇઆરસીટીસીના જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરી 2021ના પહેલા અઠવાડિયાથી રેલવેના મુસાફરો ઇ-કેટરિંગ સેવાનો લાભ લઇ શકશે.

ભારતીય રેલવેમાં ખાવા પીવાની વ્યવસ્થા, પર્યટન અને ઓનલિન ટિકિટ સંબંધી સેવાઓનું સંચાલન કરતી આઇઆરસીટીસીએ ઇ-કેટરિંગ સેવાને ફરીથી શરુ કરવાનો નિર્ણય કર્યો છે. આઇઆરટીસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે રેલવે મંત્રાલયની અનુમતિથી આઇઆરસીટીસી ફેબ્રુઆરીથી તબક્કાવાર રીતે ઇ-કેટરિંગ સેવાને ફરીથી શરુ કરવા માટે તૈયાર છે. શરુઆતમાં લગભગ 250 ટ્રેન અને 30 રેલવે સ્ટેશન પર આ સુવિધા શરુ કરવામાં આવશે.
READ ALSO
- કામના સમાચાર/ આ બેંકમાં સરળતાથી મેળવો 10 લાખની લોન, તમે પણ શરૂ કરી શકો છો વ્યવસાય
- ભાજપ સાથે છેડો ફાડનાર ધર્મેન્દ્ર મિલન સામે ફરિયાદ,પોલીસ અને ધર્મેન્દ્રના ટેકેદારો વચ્ચે થયું ઘર્ષણ: પોલીસે કર્યો બળપ્રયોગ
- આઝમ ખાન સામે યોગી સરકારની કાર્યવાહી, લોકતંત્ર સેનાની તરીકે મળતું પેન્શન બંધ કરાયું
- નડ્ડાના બંગાળ પ્રવાસ પર કોલાહલ, ભાજપે કહ્યું પોલીસે રદ્દ કરી બૈરકપુર પરિવર્તન યાત્રા, હવે ખખડાવશે કોર્ટના દરવાજા
- ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી