GSTV

ટિકિટ કેન્સલ કરવા બદલ રેલવેએ આપ્યુ 5 કરોડનું રીફંડ, તમારા પૈસા આવ્યા પાછા?

રેલવે

કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વના અર્થતંત્રની કમર તોડી નાંખી છે. ભારતમાં પણ માર્ચ માસથી કોવિડ-૧૯એ હાહાકાર મચાવ્યો છે, જેના કારણે ૨૪ કલાક દોડતી રેલવેની ટ્રેનોના પૈંડા છેલ્લા સાડા ચાર માસથી થંભી ગયા છે. કોરોનાની મહામારીને કારણે ભાવનગર રેલવેએ પણ કરોડો રૂપિયાની આવક ગુમાવી છે અને જે મુસાફરોએ અગાઉ ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી તેમને વળતર આપવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેના ભાગરૂપે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા ટિકિટ કેન્સલેશનમાં મુસાફરોને પાંચેક કરોડ રૂપિયાનું રીફંડ ચુકવાયું છે. ભાવનગર રેલવે ડિવિઝનમાં માર્ચ માસથી મુસાફર ટ્રેનોની આવન-ગમનને બ્રેક મારી દેવામાં આવી હોવાથી જે યાત્રિકોએ માર્ચ પછીનું ટિકિટ રિઝર્વેશન કરાવ્યું હતું.

રેલવેના આદેશ અનુસાર પૂરેપૂરૂ રીફંડ આપવામાં આવી રહ્યું છે

તેમને ભારતીય રેલવેના આદેશ અનુસાર પૂરેપૂરૂ રીફંડ આપવામાં આવી રહ્યું છે. આ માટે મોટાભાગના રેલવે સ્ટેશનો પર બારી ખોલવામાં આવી છે. ૭મી ઓગસ્ટ સુધીમાં અપાયેલા રીફંડમાં જણાવાયું છે કે, ભાવનગર, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર, મહુવા, બોટાદ, ગોંડલ, કેશોદ સહિતના ભાવનગર મંડળના રેલવે સ્ટેશનો પર મેથી ૭ ઓગસ્ટ સુધીમાં ૭,૭૯,૨૦ પેસેન્જરે તેમની ટિકિટ કેન્સલ કરાવી છે.

રેલવે

યાત્રિકોને રેલવે દ્વારા રૂા.૪,૯૦,૪૯,૮૮૦નું રીફંડ અપાયું

આ યાત્રિકોને રેલવે દ્વારા રૂા.૪,૯૦,૪૯,૮૮૦નું રીફંડ અપાયું છે અને હજુ પણ રીફંડ આપવાની કાર્યવાહી શરૂ છે તેમ ભાવનગર રેલવેના આધિકારીત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, માર્ચના બીજા પખવાડિયાથી દેશભરની સાથે ભાવનગર રેલવેની ટ્રેનોને પણ કેન્સલ કરી દેવામાં આવી હતી. લોકડાઉન બાદ હવે અનલોકના ચરણમાં પણ શ્રમિક વિશેષ ટ્રેનોને બાદ કરતા એક પણ પેસેન્જર ટ્રેન પાટા ઉપર દોડી શકી નથી અને હજુ ઓગસ્ટના અંત સુધી તો ટ્રેનો પૂર્વવત થવાની સંભાવના નહીંવત જેવી જ છે.

Read Also

Related posts

સરકારી કર્મચારીઓના સંતાનોની 50 ટકા સ્કૂલ ફી થશે માફ, આ શરતો સાથે યોજનાનો ઉઠાવો લાભ

pratik shah

મહિસાગર/ સંતરામપુર તાલુકાના પઢારિયા ગામે ખાનગી બસને નડ્યો અકસ્માત, 100થી વધુ મુસાફરો થયા ઈજાગ્રસ્ત

pratik shah

અમદાવાદમાં એક કલાકમાં અહીં વરસ્યો છે પોણા ચાર ઈંચ વરસાદ, દિનદહાડે થઈ ગયો હતો અંધારપટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!