GSTV
Home » News » ટ્રેનમાં ટિકિટ વગર યાત્રા કરશો તો પણ નહીં પકડી શકે પોલીસ, જાણો શું છે યાત્રીઓના અધિકાર…

ટ્રેનમાં ટિકિટ વગર યાત્રા કરશો તો પણ નહીં પકડી શકે પોલીસ, જાણો શું છે યાત્રીઓના અધિકાર…

ટ્રેનમાં યાત્રીઓની સફર સુખદ બનાવવા માટે રેલ્વે સતત પગલાં લઈ રહ્યું છે, સાથે-સાથે યતરીઓને ઘણા એવા નિયમોની માહિતી આપી રહ્યા છે, જેનાથી યાત્રા કરવી સરળ બની જાય છે. આવા જ એક નિયમ વિશે અમે તમને જણાવી રહ્યા છીએ. આરપીએફને ચાલુ ટ્રેન કે પ્લેટફોર્મ પર ટિકિટ ચેક કરવાની કોઇ સત્તા નથી. આ કામ માત્ર ટીટીઈ જ કરી શકે છે. બેટિકટ યાત્રીઓને દંડ કરવાની સત્તા માત્ર અધિકૃત ટિકિટ ચેકિંગ સ્ટાફ પાસે જ છે, સામાન્ય રીતે ટ્રેનોમાં અને પ્લેટફોર્મ પર રેલ્વે પોલીસ ટિકિટ ચેક કરી ભલાભોળા લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે. ટ્રેનોની જનરલ બોગીમાં આવું વારંવાર જોવા મળે છે અને રેલ્વે તંત્ર કઈં કરી શકતું નથી.

કોણ કરી શકે તમરી ટિકિટ ચેક: તમારી યાત્રા દરમિયાન માત્ર ટ્રાવેલ ટિકિટ એગ્ઝામિનર (ટીટીઈ) જ તમારી ટિકિટ ચેક કરી શકે છે. રેલ્વેના નિયમો અનુસાર, રાત્રે 10 વાગ્યા બાદ, ટીટીઈ પણ તમને ડિસ્ટર્બ ન કરી શકે.

-ટીટીઈ સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી જ મુસાફરોની ટિકિટ ચેક કરી શકે છે. રાત્રે સૂઇ ગયા બાદ પેસેન્જરને ડિસ્ટર્બ ન કરી શકાય. આ ગાઇડલાઇન રેલ્વે બોર્ડની છે. જોકે, રતરે 10 વગ્યા બાદ યાત્રા શરૂ કરતા યાત્રીઓ પર આ નિયમ લાગૂ પડતો નથી.

-તમે કરી શકો છો ફરિયાદ: તમારી પાસે ટિકિન હોય કે કોઇ સમસ્યા આવે તો, આ અંગે ટીટીઈ સાથે જ વાત કરો. આરપીએફ તેમાં કઈંજ નહીં કરી શકે. કોઇ પોલીસકર્મી તમારી ટિકિટ ચેક કરવાની જિદ કરે કે ધમકાવે તો, તમે તેની ફરિયાદ કરી શકો છો.

-ઈન્ડિયન રેલ્વેએ કરપ્શન ખતમ કરવા માટે નંબર બહાર પાડ્યો છે. યાત્રીઓ 155210 પર ફોન કરી તેમની ફરિયાદ નોંધાવી શકે છે. જ્યાં તમે 24 કલાક ઈન્ડિયન રેલ્વે સાથે સંકલાયેલ કોઇપણ ફરિયાદ નોંધાવી શકો છો.

-રેલ્વેએ બહાર પાડેલ એસએમએસ નંબર 9717630982 પર પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો.

-ગૂગલ પ્લે સ્ટોર પરથી ઈન્ડિયન રેલ્વે એપ ‘ઈન્ડિયન રેલવે સીઓએમએસ મોબાઇલ એપ’ ડાઉનલોડ કરીને પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

-ફરિયાદી સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રેવિએન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમની વેબસાઇટ પર જઈને પણ ફરિયાદ નોંધાવી શકે છે. અહીં ફરિયાદ કરવાથી તમને કંપ્લેન્ટ નંબર મળશે. આ નંબર દ્વારા તમે કરેલ ફરિયાદ પર થતી કાર્યવાહીને પણ તમે ટ્રેક કરી શકો છો.

-ફરિયાદી રેલ્વે ટ્વિટર પેજ twitter@RailMinIndia અને ફેસબુક પેજ facebook.com/RailMinIndia પર પણ તેમની ફરિયાદ નોંધાવી શકે છે.

  • થઈ શકે છે કડક કાર્યવાહી: જો કોઇ પિલીસકર્મી ટિકિટ ચેક કરતો કે દંડ વસૂલતો પકડાય તો તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી થઈ શકે છે. રેલ્વે પોલીસને ટિકિટ ચેક કરવાનો અધિકાર નથી.
  • રેલ્વેના કોઇ મોટા અધિકારીને આમ ખોટી રીતે ટિકિટ ચેક કરવાની માહિતી મળે તો, આરોપીને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવે છે.
  • રેલ્વે અધિકારીએ જણાવ્યું કે, મેજિસ્ટ્રેટ રેડ જેવી કાર્યવાહી દરમિયાન રેલ્વે પોલીસ માત્ર ટિકિટ ચેક કરવામાં મદદ કરી શકે છે. નહીંતર આ માટે માત્ર કૉમર્શિયલ સ્ટાફ અધિકૃત છે.

Related posts

ના હોય! Burger Kingએ બ્રિટનના પ્રિન્સને આપી દીધી ‘પાર્ટ ટાઈમ’ નોકરીની ઓફર, જાણો શું છે કારણ?

Arohi

ચાલતા જવા માટે Uber આપશે પાર્ટનરની સુવિધા, કિંમત જાણી આવી જશે ચક્કર….

NIsha Patel

વિદ્યાર્થીઓ થઈ જાઓ ટેન્શન ફ્રી, આ એપ થકી સેકન્ડોમાં કરી શકશો ગણિતના કોઈપણ પ્રશ્નનું સમાધાન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!