GSTV

અમદાવાદ રેલવે પોલીસને મળી મોટી સફળતા, 65 લાખના મોબાઇલ, બિયર સાથે બેની ધરપકડ કરી

Last Updated on June 24, 2021 by Zainul Ansari

અમદાવાદ રેલવે પોલીસે 65 લાખના મોબાઈલ અને 47 બિયર પાર્સલમાંથી ઝડપી પડયા છે. અમદાવાદ રેલવે પોલીસ દ્વારા પાર્સલમાંથી 48 બિલ વગરના મોબાઈલ, 15 લાખની મોબાઈલ એસેસરીઝ અને 47 બિયર સાથે કાર્ટૂન ભરેલી પાર્સલ મળી આવ્યા છે.

યોગા એક્સપ્રેસ ટ્રેન દિલ્હીથી અમદાવાદ આવી હતી ત્યારે રેલવે પોલીસને બાતમી મળી હતી કે ગૌરવ રાજપૂત અને શંકર રાજપૂત બિલ આધાર વગરના 425 મોબાઈલ સાથે ગેરકાયદેસર રીતે અમદાવાદ આવી રહ્યા છે. જે અમદાવાદમાં સોનુ સિંહ ગુડું સિંહને આ ગેરકાયદેસર મોબાઇલ પહોંચાડવાના હતા.

આમ કુલ મોબાઈલ અને મોબાઈલ એસેસરીઝ મળીને 65 લાખ રૂપિયાનો મુદ્દામાલ થવા પામ્યો છે. અને આજ ટ્રેનમાં સબીર ઉસ્માન 48 બિયરના ટીન સાથે અમદાવાદ આવી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!