GSTV
Home » News » રેલવે યાત્રિકો ઓક્ટોબર મહિનાથી સરળતાથી કન્ફર્મ સીટ મેળવી શકશે

રેલવે યાત્રિકો ઓક્ટોબર મહિનાથી સરળતાથી કન્ફર્મ સીટ મેળવી શકશે

રેલવેમાં મુસાફરી કરતા મોટા ભાગના લોકો આરક્ષિત બેઠકો ન મળવાની ફરિયાદો કરતા હોય છે પરંતુ ઓક્ટોબર મહિનાથી આ સમસ્યાનો અમુક અંશે ઉકેલ આવી જશે. આગામી ઓક્ટોબર મહિનાથી રેલ્વેને દરરોજ ચાર લાખ બેઠકોનો વધારો મળશે.

 ટૂંક સમયમાં જ ટ્રેનમાં ઓવરહેડ તારની મદદથી વીજળીનો પુરવઠો પહોંચાડવામાં આવશે જેથી જનરેટર કોચને બદલે સ્લીપર કોચ લગાવી શકાશે અને ટ્રેનની લંબાઈમાં વધારો કર્યા વગર જ એક કોચ વધી જશે. હાલમાં દરેક ટ્રેનમાં બે જનરેટર કોચ હોય છે જેમાંથી એક દ્વારા ડબ્બાઓમાં વીજળી પહોંચાડવામાં આવે છે અને બીજો રિઝર્વમાં રાખવામાં આવે છે.

‘હેડ ઓન જનરેશન’ નામની નવી ટેક્નોલોજીની મદદથી જે ઓવરહેડ તાર વડે ઈલેક્ટ્રિક એન્જિનને વીજળી પહોંચાડવામાં આવે છે તેની મદદથી જ ડબ્બાઓને પણ વીજળી પહોંચાડવામાં આવશે. આ કારણે ટ્રેનમાં જનરેટર કોચની જરુર નહીં રહે અને તેના સ્થાને સ્લીપર કોચ લગાવી શકાશે. જો કે કટોકટીની સ્થિતિઓને પહોંચી વળવા માટે એક જનરેટર કોચ ટ્રેનમાં લગાવેલો રાખવામાં આવશે. 

ઓક્ટોબર મહિના સુધીમાં પાંચ હજાર ડબ્બાઓને આ નવી ટેક્નોલોેજી વડે બદલી દેવામાં આવશે જેથી ટ્રેનમાં બેઠકોની સંખ્યામાં પણ વધારો થશે અને રેલવેને ડીઝલ માટે કરવા પડતા ખર્ચાઓમાં વાર્ષિક છ હજાર કરોડ રુપિયાનો ફાયદો થશે. આ નવી ટેક્નોલોેજી પર્યાવરણ માટે અનુકૂળ રહેશે કારણ કે તેનાથી ધ્વનિ તથા વાયુ પ્રદૂષણ નથી ફેલાતું અને દર વર્ષે ટ્રેન દીઠ કાર્બન ઉત્સર્જનમાં પણ 700 ટનનો ઘટાડો થશે.

READ ALSO

Related posts

ડૉનાલ્ડ ટ્રંપને મળી નોબલ વિજેતા નાદિયા મુરાદ, મળતા જ ટ્રંપે નાદિયાને પુછ્યો આ સવાલ

Mansi Patel

અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં ખાસ સાથીદારે કહ્યું, જોડાવવાનું નક્કી જ હતું તો મોડું કેમ કર્યું

Karan

‘દિકરીને દૂધ પીતી કરવાની…’ વાઈરલ પોસ્ટ મામલે આખરે નવઘણ ઠાકોરે માફી માગી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!