GSTV
Home » News » હવે ટ્રેન છૂટી જશે એવી ચિંતા નહી કરવી પડે, રેલ્વેએ લીધો સૌથી મોટો નિર્ણય

હવે ટ્રેન છૂટી જશે એવી ચિંતા નહી કરવી પડે, રેલ્વેએ લીધો સૌથી મોટો નિર્ણય

ટ્રેનમાં યાત્રા કરનારા લોકો માટે મોટી ખુશખબર આવી છે. રેલવેએ પોતાની સુવિધાઓને વધુ સારી બનાવવાના પ્રયાસો આદર્યા છે. આ શ્રેણીમાં રેલવેએ યાત્રીઓને ટ્રેનની સાચી સ્થિતીની જાણકારી મળવામાં સરળતા રહેશે. હકીકતમાં રેલવેએ પોતાના એન્જિનને ઇસરોના ઉપગ્રહ સાથે જોડી દીધું છે જેથી ઉપગ્રહો દ્વારા મળેલી જાણકારીથી ટ્રેનનું સ્ટેટસ જાણી શકાશે કે ટ્રેન ક્યાં પહોંચી છે.

રેલવે મંત્રાલયે જણાવ્યા અનુસાર નવા વર્ષમાં એક નવી શરૂઆત કરવામાં આવી છે. ટ્રેનની અવર-જવરની સૂચના પ્રાપ્ત કરવા અને કંટ્રોલ ચાર્ટમાં નોંધણી કરવામાં ઇસરોની મદદ લેવાઇ રહી છે.

રેલવેના એક અધિકારીએ જણાવ્યા અનુસાર આ પ્રણાલી જાન્યુઆરીમાં વૈષ્ણોદેવી-કટરા બાંદ્રા ટર્મિનસ, નવી દિલ્હી-અમૃતસર અને દિલ્હી-જમ્મુ રૂટ પર કેટલીક મેલ અને એક્સપ્રેસ ટ્રેનો માટે અમલમાં લાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે નવી પ્રણાલીથી રેલવેએ પોતાના નેટવર્કમાં ટ્રેનોના સંચાલન માટે પોતાના કંટ્રોલ રૂમ, રેલવે નેટવર્કને આધુનિક બનાવવામાં મદદ મળશે. આ પગલાનો હેતુ ટ્રેનોના સંચાલનની સાચી સૂચનામાં ભવિષ્યમાં સુધાર લાવવાનો છે.

સેન્ટ્રલ લોકેશન સર્વરમાં પ્રોસેસિંગ બાદ આ સૂચનાને કંટ્રોલ ઑફિસ એપ્લીકેશન સિસ્ટમને મોકલવામાં આવે છે જેનાથી કોઇપણ માનવીય હસ્તક્ષેપ વિના કંટ્રોલ ચાર્ટ આપમેળે અપડેટ થાય છે.

Read Also

Related posts

ચંદ્રયાનના લોન્ચિંગ બાદ ઈસરોના ચેરમેને ટીમને અભિનંદન આપ્યા

Mayur

ચંદ્રયાન-2 : જાણો શું છે ‘વિક્રમ લેંડર’ જે ભારતના સપનાઓને ચંદ્રની સપાટી પર ઉતારશે

Bansari

અદભૂત-ઐતિહાસિક-અવિસ્મરણીય, ચંદ્રની ધરતી પર ભારતનું ‘વિરાટ’ પગલું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!