GSTV
Home » News » રેલવે દુર્ઘટનાઓ બાદ સુરેશ પ્રભુએ કરી રાજીનામાની ઓફર, વડાપ્રધાન મોદીએ કહ્યું કે…

રેલવે દુર્ઘટનાઓ બાદ સુરેશ પ્રભુએ કરી રાજીનામાની ઓફર, વડાપ્રધાન મોદીએ કહ્યું કે…

ઉપરાઉપરી રેલવે દુર્ઘટનાઓ બાદ રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને રેલવે દુર્ઘટનાની જવાબદારી સ્વીકારી છે. સુરેશ પ્રભુએ કહ્યું છે કે રેલવે દુર્ઘટનાઓથી તેમને ખૂબ દુખ થયું છે અને તેઓ આની નૈતિક જવાબદારી સ્વીકારે છે.

રેલવેની બહેતરીનના આશયથી તેમણે લોહીપાણી એક કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ સુરેશ પ્રભુએ કહ્યુ છે કે હાલ તેમને રાહ જોવાનું કહેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરેશ પ્રભુની સાથે સાથે રેલવે બોર્ડના ચેરમેન મિત્તલે પણ પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. યુપીના ખતૌલી અને ઓરૈયામાં ટ્રેન દુર્ઘટનાઓ બાદ મિત્તલે રેલવે બોર્ડના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. મિત્તલે પોતાનું રાજીનામું રેલવે પ્રધાન સુરેશ પ્રભુને મોકલ્યું છે. જો કે મિત્તલનું રાજીનામું હજી સુધી મંજૂર કરાયું નથી.

પ્રભુએ ટ્વીટ કરીને લખ્યુ કે, ”મેં માનનીય PM નરેન્દ્ર મોદીની સાથે મળીને (આ ઘટનાઓની) પૂરી જવાબદારી લીધી છે.માનનીય PM મોદીએ મને રાહ જોવા માટે કહ્યુ છે. મને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ, મુસાફરોના ઇજાગ્રસ્ત થવા પર અને તેમને થયેલા જાનમાલના નુકસાન પર મને વધારે દુ:ખ થયુ છે. PM મોદીના લીડરશિપમાં ન્યૂ ઇન્ડિયાને એક એવા રેલ્વેની જરૂરિયાત છે જે સક્ષમ અને આધુનિક હોય. મારું વચન છે કે રેલ્વે આ જ રસ્તા પર આગળ વધી રહ્યુ છે.” પ્રભુએ આગળ લખ્યુ કે, 3 વર્ષથી ઓછા સમય દરમિયાન રેલ્વે મંત્રી તરીકે મેં તનતોડ મહેન કરી છે.”

READ ALSO :

મહિનાના અંત સુધીમાં મોદી કેબિનેટમાં ફેરફાર, પ્રભુની છુટ્ટી નક્કી

Related posts

‘વિવાદિત જમીન પર શિયા મસ્જિદ હતી’ સુપ્રીમમાં અયોધ્યા મામલે શિયા વક્ફ બોર્ડ દ્વારા દલીલ

Bansari

VIDEO: જ્યારે જંગલમાં ગુસ્સે ભરાયેલો સિંહ બે કિલોમીટર સુધી પર્યટકોની જીપની પાછળ દોડ્યો ત્યારે…

Mansi Patel

અયોધ્યા કેસ: ‘૧૯૬૧માં બતાવેલો નકશો ખોટો હતો’ નિર્મોહી અખાડાએ સુપ્રીમમાં કર્યો રામજન્મભૂમિ ન્યાસનો વિરોધ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!