GSTV
Home » News » Indian Railwaysને પ્લેટફોર્મ ટિકિટ વેચીને થઈ 139 કરોડ રૂપિયાની આવક, જાહેરાતોથી પણ કરી છે ધૂમ કમાણી

Indian Railwaysને પ્લેટફોર્મ ટિકિટ વેચીને થઈ 139 કરોડ રૂપિયાની આવક, જાહેરાતોથી પણ કરી છે ધૂમ કમાણી

ભારતીય રેલવે યાત્રીનાં ભાડામાં વધારો ન કરતાં અન્ય રીતે કમાણી કરવા પર જોર આપી રહ્યુ છે. રેલ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યુ હતુકે, ભારતીય રેલવેએ 2018-19 દરમ્યાન પ્લેટફોર્મ ટિકિટ વેચીને 139.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેના સિવાય 230.47 કરોડ રૂપિયા જાહેરાત અને રેલવે સ્ટેશનો પર દુકાનો દ્વારા કમાયા છે. પીયૂષ ગોયલે રાજ્યસભામાં એક સવાલનાં જવાબમાં કહ્યુ હતુકે, રેલવેના ભાડા સિવાય કમાણી કરવાની અન્ય રીતો પર જોર આપી રહ્યા છે. જેથી યાત્રીઓ પર ભાર ન પડે અને રેલવેની કમાણીમાં વધારો થઈ શકે.

તેમણે જણાવ્યુ હતુકે, ટ્રેક ઈલેક્ટ્રિફિકેશ પ્રોજેક્ટ માટે રેલવેએ એશિયન ડેવલોપમેન્ટ બેંક પાસેથી 75 કરોડ અમેરિકન ડોલરની લોન મળી છે. પીયૂષ ગોયલે જણાવ્યુ કે, રેલવે વધારે આવક મેળવવાનાં પ્રયાસો કરી રહ્યુ છે. તેના વિશેની યોજનાઓ વિશે જણાવ્યુ હતુકે, રેલવેએ મોબાઈલ એસેટ, જાહેરાતો અને રેલ ડિસ્પ્લે નેટવર્ક અને કોન્ટેંટ ઓન ડિમાન્ડ જેવાં બિન ભાડા માધ્યમોથી આવક વધારવાની નીતિ અપનાવી છે.

રેલવેનાં આધુનિકરણ વિશે તેમણે કહ્યુ હતુકે, ભારત સરકારે રેલવે માટે 132 અબજ ડોલરનું પાંચ વર્ષનું કેપિટલ એક્સપેન્ડિચર પ્રોગ્રામ બનાવ્યો છે. આ યોજના હેઠળ રેલવે ટ્રેકના ઈલેક્ટ્રિફિકેશન, નેટવર્ક વિસ્તાર અને સુરક્ષા તથા યાત્રી સુવિધાઓને વધારવા પર જોર આપ્યુ છે. તેના સિવાય રેલવે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, સ્ટેશન રિડેવલોપમેન્ટ અને રોલિંગ સ્ટોક્સની ખરીદી પર પણ જોર આપ્યુ છે.

READ ALSO

Related posts

મંદીની વચ્ચે મોદી સરકારનાં આ નિર્ણયથી IMF ખુશ, કહ્યુ-રોકાણ વધશે

Mansi Patel

યોગી સરકારનાં આદેશ પર કરાઈ છટણી, આગરા અને એટામાંથી 550 હોમગાર્ડ હટાવાયા

Mansi Patel

અમિત જેઠવા હત્યા કેસ સાથે સંકળાયેલા નાગરિકોની સુરક્ષા અંગે પોલીસને મળ્યો પત્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!