GSTV

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસ / રેલવે એલસીબીને મળી મોટી સફળતા, સિક્યોરિટી જવાન પાસેથી મળી યુવતીની સાયકલ

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસ

Last Updated on November 24, 2021 by Zainul Ansari

વડોદરામાં નોકરી કરતી અને વલસાડ ખાતે ટ્રેનમાં આપઘાત કરનારી યુવતીના કેસમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ કેસમાં રેલવે એલસીબીને મોટી સફળતા મળી છે. જૂના પાદરા પાસે આવેલા પુનિત નગર ખાતેથી રેલવે એલસીબીને સાયકલ મળી છે. જેના પૈડા જ કાઢી નાખવામા આવ્યા છે. સિક્યોરિટી જવાન મહેશની પૂછપરછ કરતા તેણે ખુલાસો કર્યા બાદ પૈડા કાઢેલી હાલતમાં યુવતીની સાયકલ મળી આવી છે. જે મહત્વની કડી સાબિત થઈ શકે છે. ચાર તારીખે વલસાડ ટ્રેનમાં આપઘાત કરનારી યુવતીના કેસમાં 20 દિવસ બાદ પોલીસના હાથમાં કડી આવી છે.

Suicide case

વડોદરા દુષ્કર્મ કેસમાં ઘટનાસ્થળ વેક્સિન ગ્રાઉન્ડના વોચમેનની ભૂમિકા અંગે પણ પોલીસ તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે યુવતીએ બસ ચાલકની મદદ માંગી એ સમયે વોચમેનનો પણ ઉલ્લેખ હતો.

રેલવે SP પરિક્ષીતા રાઠોડે જણાવ્યું હતું કે 20 દિવસથી તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીની તપાસમાં ટેક્નિકલ તપાસ કરી છે. જોકે આરોપીઓ અંગે હજી કોઇ ભાળ મળી નથી. એક હજારથી વધુ રીક્ષાવાળાની પૂછપરછ કરાઇ છે. લોકોના ઘરે-ઘરે જઇને તપાસ કરવામાં આવી રહી છે. 250 જેટલા CCTV તપાસવામાં આવ્યા છે. 200 જેટલા સેક્સ્યુઅલ ઓફેન્સની તપાસ કરાઇ છે.

ઘટના સ્થળે પહોંચી કરી હતી તપાસ

વડોદરામાં નોકરી કરતી યુવતીની વલસાડમાં ટ્રેનમાં આપઘાત મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે પશ્ચિમ રેલવે આઈજી સુભાષ ત્રિવેદી અને રેલવે સીઆઈડી ક્રાઈમની ટીમ વડોદરા પહોંચી હતી. આ ટીમે વડોદરાના વેક્સિન ઈન્સ્ટીટ્યુટની અવાવરુ જગ્યા પર પહોંચીને તપાસ ચલાવી હતી. આ સમગ્ર કેસમાં 20 કરતા વધુ ટીમ તપાસમાં જોડાઈ છે. જે સ્થળે દુષ્કર્મ થયું છે તે સ્થળની તપાસમાં FSL ની મદદ લેવામાં આવી છે.

29 નવેમ્બરના રોજ વડોદરામાં તેની પર દુષ્કર્મ થયું હતું

જો કે આ યુવતી પર દુષ્કર્મ થયું છે કે નહીં તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. મહત્વનું છે કે, તમને જણાવી દઇએ કે, યુવતીએ ચાર નવેમ્બરના રોજ વલસાડ ટ્રેનમાં આપઘાત કર્યો હતો. 29 નવેમ્બરના રોજ વડોદરામાં તેની પર દુષ્કર્મ થયું હતું તે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. આ યુવતી નિયમિત રીતે ડાયરી લખતી હતી. તે ડાયરીમાં તેને પોતે દુષ્કર્મ થયું હોવાનો ઉલ્લેખ કર્યા બાદ ખુદ પોલીસ પણ દોડતી થઈ ગઇ છે. જો કે મેડિકલ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ આ મામલે વધુ ખુલાસો થશે.

વડોદરામાં નોકરી કરતી અને ટ્રેનમાં આપઘાત કરતી યુવતીના કેસમાં તપાસના ધમધમાટમાં યુવતીને જોનારા એક બસ ડ્રાઈવરની પણ વડોદરામાં પોલીસે પૂછપરછ કરી છે. વડોદરામાં જ્યારે રેલવે પોલીસે તપાસ કરી ત્યારે તે યુવકને સાથે રાખીને પોલીસે તપાસ કરી હતી. આ શખ્સે જણાવ્યું હતું કે, ‘જ્યારે તેણે યુવતીને જોઈ ત્યારે તે અર્ધનગ્ન હાલતમાં હતી.’

This image has an empty alt attribute; its file name is Vadodara-2-1024x558.jpg

જો કે આ યુવતીને નજરે જોનાર બસ ડ્રાઇવર કાનજી ખાંટની પણ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે જેમાં તેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેના પર યુવતીએ મદદ કરવા જતા જીવનું જોખમ છે, જ્યાં તેને વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેને યુવતીને જોઈ હતી ત્યારે તે અર્ધનગ્ન હાલતમાં હતી. જ્યાર બાદ તેની મિત્રને જાણ કરવામાં આવતા તે પણ ત્યાં આવી પહોંચી હતી અને તેને પણ આ બનાવની જાણ કરી હતી.

જો કે તેની સ્ત્રી મિત્રને આ ઘટનાની જાણ થતાં જ કાનજીએ આ મામલે પોલીસને જાણ કરવાનું કહ્યું હતું કે પોલીસ ફરિયાદ કરવામાં આવે પરંતુ તેની મિત્રએ ફરીયાદ કરવાની ના પાડી દીધી હતી. જેથી કદમ પીડિતા મુંઝવણમાં મૂકાઈ ગઇ હતી. હાલમાં પોલીસ દ્વારા કાનજીને સાથે રાખીને સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Read Also

Related posts

વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત/ ધોરણ 9, 10, 11 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પૂછાશે

Pravin Makwana

મેવાણી માટે વડગામની સીટ ખાલી કરી આપનારા મણીભાઈ વાઘેલાનું કોંગ્રેસમાંથી રાજીનામુ, કોંગ્રેસ પાર્ટી પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Pravin Makwana

Big News/ આ દેશોમાંથી ગુજરાત આવી રહેલા લોકો માટે RTPCR ફરજિયાત, કોરોનાના વધતા કેસો વચ્ચે સરકારનો મોટો નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!