GSTV
India News Trending

29 કરોડના ખર્ચે રેલવે શોધી રહ્યું છે ઉંદરોના દર

આજ કાલ ભારતીય રેલ્વે ઉંદરોના દર શોધવામાં વ્યસ્ત છે.તમને આશ્ચર્ય થયું હશે પણ આ વાત સાચી છે.

હકીક્તમાં રેલ્વે ગ્રાઉંડ પેટ્રીએશન રડાર(જીપીઆર) ટેકનીકની મદદથી રેલવેના પાટા નીચે રહેલા ઉંદર અને સસલા જેવા નાના જીવોના દર શોધી રહ્યા છે. આ દરોમાં ચોમાસામાં પાણી ભરાવાથી ખુબજ જોખમકારક બની જાય છે. આથી રેલ્વે દુર્ઘટના સર્જાવાનો ભય સતત રહેતો હોય છે.

રેલ્વે અધિકારીએ જણાવ્યા અનુસાર, 29 કરોડ રૂપિયાનું મશીન દરરોજ 160 કિલોમીટર સુધીના ટ્રેકનો સર્વે કરી શકે છે. આ સર્વે દરમિયાન રડારટ્રેક પર પાટાઓને સંતુલિત કરવાની સાથેજ  જમીનની નીચે રહેલી સુરંગો અને દરોને સ્કેન કરે છે.

સ્કેન થયા પછી રડાર મશીન વિભાગને એરિયા , લોકેશનની જાણકારી આપે છે. અત્યારે રેલ્વે પાસે ફ્કત 16 જ રડાર છે. જેનાથી ઉત્તરી રેલ્વેમાં સર્વે ચાલી રહ્યા છે.

આ અંગે ઉત્તરી રેલવેના સીપીઆરઓ નિતિન ચૌધરીએ કહ્યુ કે ઉંદરોના દરના લીઘે રેલ્વેને દર વર્ષે કરોડોનો નુકસાન થાય છે. ઉંદરોના દરના લીધે રેલ્વે ટ્રેક ખસી જાય છે.

આ પહેલા ઉંદરોને મારવા માટે રેલ્વેએ ભટિંડા, લખનઉ જેવા અલગ અલગ મંડળોમાં લાખો રૂપિયાના ટેંડર આપ્યાં હતાં. પરંતુ તેના કારણે  ઉંદરો તો મરી ગયા પણ તેના દરોને કારણે દુર્ઘટના સર્જાતી રહે છે. એટલા માટે રેલ્વેએ રડાર સિસ્ટમ ખરીદ્યુ છે. આ મશીન પાટા નીચે રહેલા દરોની જાણકારી આપે છે. અને તે દરોને ભરવામાં મદદ કરે છે.

2016-17માં રેલ્વેએ બરેલી જંક્શન પર ઉંદરોને મારવા માટે 3 લાખનુ ટેંડર આપ્યુ હતુ. મધ્ય પ્રદેશના રતલામમાં પણ ઉંદરોને મારવા માટે 4 લાખનુ ટેંડર આપ્યુ હતુ. છતાં પણ ઉંદરોની સંખ્યા ઓછી થતી નથી.

Related posts

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

ડોલર સામે રૂપિયો ઑલ ટાઈમ લો પર, જાણો ભારતીય કરન્સીમાં કેમ આવ્યો ઘટાડો

Hemal Vegda

ક્રૂડ સપ્લાય વધારવા વેનેઝુએલા પર લાદેલ પ્રતિબંધ દૂર કરવા અમેરિકાની વિચારણા

Hemal Vegda
GSTV